- મનસુખ હિરેન મર્ડર કેસમાં ATS ટીમે 2 લોકોની કરી ધરપકડ
- મૃતક મનસુખ હિરેનને કેટલાક પોલીસ અને મીડિયાકર્મી કરી રહ્યા હતા હેરાન
- ATS કરી રહી છે તપાસ
મુંબઈ: મનસુખ હિરેન હત્યા મામલે મહારાષ્ટ્ર ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ) ની ટીમે 2 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ લોકોને આજે બપોરે થાણે હોલીડે કોર્ટમાં રજૂ કરી શકાય છે. દરમિયાન, ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ)એ ગઈકાલે કોર્ટમાંથી સચિન વાજેની કસ્ટડીની માગ કરી હતી, જેના પર કોર્ટે કહ્યું હતું કે, 25 માર્ચ બાદ તે કસ્ટડી મેળવી શકે છે.
મનસુખ હિરેન મર્ડર કેસમાં ATS ટીમે 2 લોકોની કરી ધરપકડ
મનસુખ હિરેન હત્યા કેસમાં મુંબઈ ATS ની ટીમે એક બુકી અને એક પોલીસકર્મીને પકડ્યો છે. નરેશ ધરે 31 વર્ષનો છે અને તે બુકી છે જ્યારે અન્ય આરોપી વિનાયક શિંદે છે જે મુંબઈ પોલીસનો પૂર્વ કોન્સ્ટેબલ છે. શિંદેની ઉંમર 55 વર્ષ છે. વિનાયક શિંદે લખન ભૈયા એન્કાઉન્ટર કેસમાં દોષી છે અને વિનાયક પેરોલ પર બહાર છે.
આ પણ વાંચો: ડાયટમ તપાસના રિપોર્ટ મુજબ મનસુખ હિરેન પાણીમાં પડ્યા ત્યારે જીવીત હતા: અધિકારી
મૃતક મનસુખ હિરેનને કેટલાક પોલીસ અને મીડિયાકર્મી કરી રહ્યા હતા હેરાન