- કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરના હેન્ડલ પરથી બ્લૂ ટિક હટાવ્યો
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કેન્દ્રીય IT પ્રધાન રાજીવ ચંદ્રશેખર
- હેન્ડલ પર યૂઝર નેમ બદલવાના કારણે બ્લૂ ટીક હટાવ્યો
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કેન્દ્રીય IT પ્રધાન રાજીવ ચંદ્રશેખર (Union Minister of State For IT Rajiv Chandrashekhar)ના એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું હતું.જોકે બાદમાં ટ્વિટરે આ અંગે જણાવ્યું કે, માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર તેમના હેન્ડલ પર યૂઝર નેમ બદલવાના કારણે હોઈ શકે છે.
Rajeev MPથી Rajeev GOI નામ બદલ્યું
મોદી પ્રધાનમંડળમાં જોડાતા પહેલા રાજીવ ચંદ્રશેખરનું ટ્વિટર હેન્ડલ Rajeev MP હતું, જેને બાદમાં તેઓ બદલીને Rajeev GOI કરી દીધું હતું. જેના જવાબમાં ટ્વિટર ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો કોઈ એકાઉન્ટ ધારક તેનું હેન્ડલનું નામ બદલી નાખે છે, તો બ્લુ ટિક આપમેળે દૂર થઈ જાય છે. જો છ મહિનાથી વધુ સમય માટે એકાઉન્ટ સક્રિય ન હોય તો પણ આ થઈ શકે છે.
આ પણ વાંચો : 'દરેક IT કંપનીએ પાળવા પડશે ભારતના નિયમો'
વિનય પ્રકાશ ભારતના નિવાસી ફરિયાદ અધિકારી
રવિવારે ટ્વિટર દ્વારા કેન્દ્ર સરકારના નવા IT નિયમોનું પાલન કરવા માટે ભારત માટે નિવાસી ફરિયાદ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ટ્વિટરે વિનય પ્રકાશને ભારત માટે નિવાસી ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. આ માહિતી ટ્વિટર દ્વારા તેની વેબસાઇટ પર આપવામાં આવી છે.50 લાખથી વધુ યૂઝરો સાથેની સોશિયલ મીડિયા કંપનીઓને કેન્દ્ર સરકારના નવા IT નિયમો હેઠળ ભારતમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ ઓફિસર અને ફરિયાદ અધિકારીની નિમણૂક કરવાની રહેશે. નવા આઇટી નિયમો અનુસાર, આ ત્રણેય અધિકારીઓ ફક્ત ભારતના રહેવાસી હોવા જોઈએ.
આ પણ વાંચો : ટ્વિટરે ભારતના નક્શા સાથે કર્યા ચેડા, જમ્મુ-કશ્મિર અને લદ્દાખને બતાવ્યા અલગ દેશ
આ આગાઉ IT પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ એક કલાક માટે બ્લૉક કર્યું હતું
ટ્વિટર દ્વારા કેન્દ્રીય કાયદા અને IT પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધુ હતું. તેનું કારણ એ હતું કે, તેમણે ટ્વીટર પર ડિજીટલ એક્ટને લગતા અમેરિકન કાયદાનું ઉલંઘ્ઘન કર્યું હતું. જો કે, તેમને ટ્વીટરે કેટલીક સૂચનાઓ આપ્યા બાદ તેમનું એકાઉન્ટ અનબ્લોક કર્યું હતું.