પટનાઃદેશ-દુનિયા પર પોતાના અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર, ગાયિકામૈથિલી ઠાકુરે(Singer Maithali Thakur)એક ટ્વિટ(In a tweet by Maithili Thakur) કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે, દિવસની શરૂઆત ફ્લાઇટ નંબર 6E 2022 દિલ્લીથી પટના સુધીની મુસાફરી દરમિયાન, સૌથી ખરાબ અનુંભવ સાથે કરી હતી.મૈથિલીએ જણાવ્યું કે,GS તેજેન્દ્ર સિંહે ખૂબ જ અસંસ્કારી વર્તન કર્યું જેની અપેક્ષા બિલકુલ ન હતી. આજની વર્તણૂકએ મને ચોક્કસપણે મૂંઝવણમાં મૂકી દીધી છે કે, શું મારે ફરીથી એ જ એરલાઇન સાથે મુસાફરી કરવી જોઈએ?
ઈન્ડિગો ફ્લાઈટમાં સિંગર મૈથિલી ઠાકુર સાથે ગેરવર્તન - ગાયિકા મૈથિલી ઠાકુરની એક ટ્વીટ
બિહારની પ્રખ્યાત ગાયિકા મૈથિલી ઠાકુરની એક ટ્વીટે હલચલ મચાવી દીધી છે. આ ટ્વિટમાં તેણે ઈન્ડિગોના કર્મચારીઓ પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેણે કહ્યું કે, મારે ફરીથી એ જ એરલાઇનમાં પ્રવાસ કરતા પહેલા વિચારવું પડશે. જાણો શું બની હતી ઘટના... Singer Maithali Thakur, In a tweet by Maithili Thakur, Misbehavior with Maithili Thakur
ઈન્ડિગો ફ્લાઈટમાં સિંગર મૈથિલી ઠાકુર સાથે ખરાબ વર્તન
મૈથિલી ઠાકુર કોણ છે?: મૈથિલીનો જન્મ 25 જુલાઈ 2000ના રોજ બિહારના, મધુબની જિલ્લામાં સ્થિત બેનીપટ્ટી નામના નાના શહેરમાં થયો હતો. તેમના પિતા રમેશ ઠાકુર, પોતે તેમના ક્ષેત્રમાં લોકપ્રિય સંગીતકાર છે, અને માતા ભારતી ઠાકુર, ગૃહિણી છે. મૈથિલી ઠાકુર એક ભારતીય ગાયિકા છે. તે મૈથિલી અને ભોજપુરીમાં ગીતો ગાય છે. તેમના ગીતોમાં છઠ ગીત અને કજરીનો સમાવેશ થાય છે. તેણી અન્ય રાજ્યોમાં પણ વિવિધ બોલીવુડ ગીતો અને અન્ય પરંપરાગત લોક સંગીત ગાય છે.