ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બલિયામાં અગ્નિપથ યોજનાનો વિરોધ, ટ્રેનમાં લગાવી આગ - સૈન્ય ભરતી માટે અગ્નિપથ યોજના

બલિયામાં અગ્નિપથ યોજનાના વિરોધમાં (Agnipath Scheme Protest) યુવકોએ રેલ્વે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી. પ્રદર્શનકારીઓએ શહેરમાં ઘણી દુકાનોના કાઉન્ટરો પણ તોડી નાખ્યા હતા. હંગામો મચાવતા લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

બલિયામાં અગ્નિપથ યોજનાનો વિરોધ, ટ્રેનમાં લગાવી આગ
બલિયામાં અગ્નિપથ યોજનાનો વિરોધ, ટ્રેનમાં લગાવી આગ

By

Published : Jun 17, 2022, 12:52 PM IST

બલિયાઃ અગ્નિપથ યોજનાનો વિરોધ (Agnipath Scheme Protest) કરતા યુવકોએ રેલવે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેનમાં તોડફોડ કરી અને પછી તેને આગ ચાંપી દીધી. પ્રદર્શનકારીઓએ શહેરમાં ઘણી દુકાનોના કાઉન્ટરો પણ તોડી નાખ્યા હતા. હંગામો મચાવતા લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

બલિયામાં અગ્નિપથ યોજનાનો વિરોધ, ટ્રેનમાં લગાવી આગ

આ પણ વાંચો:Opposition To Agneepath Scheme :ફિરોઝાબાદ એક્સપ્રેસ વે પર રોડવેઝની બસોમાં તોડફોડ

કેટલાક યુવકોએ ટ્રેનને નુકસાન પહોંચાડ્યું :માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌમ્ય અગ્રવાલ અને પોલીસ અધિક્ષક રાજકરણ નૈય્યર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ સૌમ્ય અગ્રવાલે કહ્યું કે, કેટલાક યુવકોએ ટ્રેનને નુકસાન પહોંચાડ્યું હતું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. તે જ સમયે, પોલીસ અધિક્ષક રાજકરણ નાયરે જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી નથી. વીડિયો દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે. યુવાનોને સમજાવટથી દૂર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:બિહારમાં ત્રીજા દિવસે હિંસક થયું 'અગ્નિપથ' આંદોલન, લખીસરાય અને સમસ્તીપુરમાં લાગવી ટ્રેનોમાં આગ

ABOUT THE AUTHOR

...view details