આજના એ સમાચાર જેના પર રહેશે તમારી નજર
(1) અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક
આજે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક યોજાશે. જેમાં શહેરમાં ખખડી ગયેલા રસ્તા, ટ્રાફિક સમસ્યા તથા અન્ય મુદ્દાઓ પર બેઠક યોજાશે
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
(1) કોંગ્રેસના નેતાને ભાજપ ખરીદી શકે તે માટે પ્રચાર કરી રહ્યા છે: ઈશુદાનના ગઢવી
અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ પોતાની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસે પ્રવાસ દરમિયાન તેમાં પ્રવચનમાં કોંગ્રેસ ગામડા સુધી પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી દ્વારા આકરા પ્રહાર કર્યા હતા કે, ખરેખર ગુજરાતમાં કોંગ્રેસ સંપૂર્ણ તે નાબૂદ થઈ ગઈ છે. CLICK HERE
(2)ધરતીપુત્રને થપાટ, મગફળીના ભાવ યોગ્ય ન મળતા માર્કેટ યાર્ડના દરવાજાને કરાઈ તાળાબંધી
સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાછોતરા વરસાદની પગલે મગફળી પકવનારા ખેડૂતોને કારમી થપાટ લાગી છે, ત્યારે આજે ઇડર માર્કેટયાર્ડ ખાતે મગફળીની જાહેર હરાજીનો ભાવ એકાએક ગગડી જતા ખેડૂતોએ માર્કેટ યાર્ડના દરવાજે તાળાબંધી બંધી કરી રોષ વ્યક્ત કર્યો હતો. CLICK HERE
(3)MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન પાર્ટીનો વીડિયો વાઈરલ, સત્તાધીશોએ કર્યો લૂલો બચાવ
વડોદરામાં એમ એસ યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટી થતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. આ પાર્ટી કરનારા 10 વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે. આ અંગે એક કમિટી પણ રચવામાં આવી છે. બીજી તરફ હોસ્ટેલ સંચાલકો વીડિયો જૂનો હોવાનું રટણ કરી રહ્યા છે. CLICK HERE