ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, મુંબઈમાં ગરબા દરમિયાન 25 વર્ષના છોકરાનું મોત, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં.. - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

Top News: રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, મુંબઈમાં ગરબા દરમિયાન 25 વર્ષના છોકરાનું મોત, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..
Top News: રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, મુંબઈમાં ગરબા દરમિયાન 25 વર્ષના છોકરાનું મોત, આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

By

Published : Oct 4, 2022, 6:05 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

(1) દિવાળીના મિની વેકેશનમાં ફરવા જેવા ડેસ્ટિનેશન, બેસ્ટ મેમરીઝ બની જશે

દિવાળીએ ભારતના ખૂબ જ વિશિષ્ટ તહેવારોમાંનો એક છે. જેની તૈયારીઓ અઠવાડિયા અગાઉથી શરૂ થઈ જાય છે. ધનતેરસ પછી નાની દિવાળી, પછી ગોવર્ધન પૂજા અને પછી ભાઈ દૂજ, આ તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. મોટાભાગની જગ્યાએ દિવાળીનું વેકેશન હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ એવી જગ્યાએ જઈને આ તહેવારને માણવા માંગતા હોય જે તેને કાયમ માટે યાદગાર બનાવી દે, તો અત્યારથી જ તેનું પ્લાનિંગ કરો અને જાણો તેના વિશે. CLICK HERE

(2) રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી

હાઇકોર્ટમાં આજે જે સુનવણી હાથ ધરાઈ હતી તેમાં હાઇકોર્ટ એડવોકેટ એસોસિયન્સ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિના જે મૃત્યુ નીપજ્યું હતું તેની જાણ કોર્ટમાં કરવામાં આવી હતી. CLICK HERE

(3) મુંબઈમાં ગરબા દરમિયાન 25 વર્ષના છોકરાનું મોત

મુંબઇમાં આવેલ મુલુંડમાં નવરાત્રિ પર્વ દરમિયાન 25 વર્ષના છોકરાનું મોત થયું છે.રાસમાં ગરબા રમતા 25 વર્ષીય ઋષભ લહારી માંગેનું મૃત્યુ થયું હતું.કાલિદાસ થિયેટરમાં ભાજપ દ્વારા પ્રેરણા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસ ગરબા લેતા તેનું મોત થયું હતું. CLICK HERE

(4) 'ગરીબી આપણી સામે એક રાક્ષસ જેવો પડકાર છે': RSS મહાસચિવ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ, સંઘ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચ (SJM) દ્વારા આયોજિત વેબિનારમાં જણાવ્યું હતું કે, 'આપણને દુ:ખ થવુ જોઈએ કે, 200 મિલિયન લોકો ગરીબી રેખા નીચે છે અને 23 કરોડ લોકોને પ્રતિ દિવસ 375 રૂપિયાથી ઓછી કમાણી કરી રહ્યા છે'CLICK HERE

(5) મુલાયમ સિંહ યાદવની તબિયત લથડતા તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા

સમાજવાદી પાર્ટીના સંરક્ષક પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત લથડતા તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સીએમ યોગીએ ફોન પર પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને તેમના પિતા મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું તેને યુરિન ઈન્ફેક્શન અને બ્લડ પ્રેશરની સમસ્યા છે. CLICK HERE

સિતારા

(1) દીપિકા પાદુકોણ, એલી ગોલ્ડિંગ, કાઈલી જેનર સહિત ધણા લોકોએ BoF 500 ગાલામાં આપી હાજરી

પેરિસમાં ઓર્ગેનાઈઝ્ડ 500 બિઝનેસ ઑફ ફેશન ઈવેન્ટમાં કાઈલી જેનરે ઘણા મોટા સ્ટાર્સથી ભરેલી સાંજ હતી. જ્યાં દીપિકા પાદુકોણ, જેરેડ લેટો અને અન્ય લોકોએ પેરિસમાં બિઝનેસ ઓફ ફેશન ગાલામાં હાજરી આપી હતી. તે જ સમયે, હાજર તમામ લોકો તેમની શ્રેષ્ઠ ફેશન સેન્સને આગળ વધારતા જોવા મળ્યા હતા. આ સાથે કાઈલી જેનરે આ ઈવેન્ટમાં પોતાની શાનદાર હાજરી નોંધાવી હતી. બીજી તરફ, કાઈલી જેનરે મુગલર આઉટફિટ પહેર્યું હતું. જ્યારે જેનર કટઆઉટ્સ સાથે એકદમ લેસ ગાઉન પહેરીને ઇવેન્ટ માટે પહોંચી હતી, ત્યારે તે એકદમ અદભૂત દેખાતી હતી. ઉપરાંત, બ્યુટી મોગુલ અદભૂત દેખાતી હતી. CLICK HERE


For All Latest Updates

TAGGED:

TOP

ABOUT THE AUTHOR

...view details