- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
કરવા ચોથનું વ્રત રાખતા પહેલા જાણી લો પૂજામાં ચાળણી અને દીવાનું મહત્વ
પરિણીત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આખા વર્ષ દરમિયાન અનેક ઉપવાસ રાખે છે. તેમાંથી કરવા ચોથ વ્રતનું (karwa chauth 2022) વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં કરવા ચોથના ઉપવાસને વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ સુખી દામ્પત્ય જીવન માટે નિર્જલાને આખો દિવસ વ્રત રાખે છે. પછી રાત્રિના સમયે બહાર નીકળતી વખતે ચંદ્ર જોઈ તેની પૂજા કરી અને અર્ઘ્ય અર્પણ કરીને પતિના હાથમાં જળ લઈને વ્રત પૂર્ણ કરે છે. Click here
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
(1)રાજકોટની આત્મીય કોલેજમાં વિદ્યાર્થીઓ ઝઘડ્યાં, એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ
રાજકોટની આત્મીય કોલેજ માં એન્જીનિયરીંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને તેના જ સાથી વિદ્યાર્થીઓએ બેફામ માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હોવાની બાબત સામે આવી છે. જેમાં વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડતા એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. CLICK HERE
(2)21 વર્ષ પહેલા મોદીએ જવાબદારી લીધી એટલે ગુજરાત અહીં છેઃ નડ્ડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એલાન પહેલા ગુજરાત ભાજપે પ્રચાર અભિયાનનો જોરશોરથી પ્રારંભો કરી દીધો છે. જેના પ્રથમ તબક્કામાં ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌરવ યાત્રા ગુજરાતની જુદી જુદી બેઠકો સુધી જશે. લોકો સાથે સંવાદ કરાશે અને સરકારી યોજનાના પ્રચાર સાથે મતદારોને રીઝવવામાં આવશે. બુધવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાતમાં દ્વારકાથી પોરબંદર માટેની ગૌરવ યાત્રાને લીલીઝંડી આપી CLICK HERE
(3)બહેનના લગ્ન માટે ઝડપથી પૈસા એકઠા કરવા ભાઈએ ATMમાં ચોરીનો કર્યો પ્રયાસ, થયો CCTV કેમેરામાં કેદ
સુરતમાં લિંબાયત મહાપ્રભુનગર લોર્ડ કૃષ્ણા સ્કૂલ પાસે આવેલા ICICI બેન્કના ATMમાં એક યુવાને ATMમાં ચોરીની કોશિશ કરી છે. જેમાં યુવાને બહેનના લગ્ન કરવા માટે પૈસા એકઠા કરવા અને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આ ચારીની ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી. જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.CLICK HERE
(4)જૂઓ બરફની ચાદરથી ઢકાયેલ કેદારનાથનો સ્વર્ગીય નઝારો