આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
કોંગ્રેસના રાષ્ટ્રીય પક્ષના દાવેદાર મલ્લિકાર્જુન ખડગે બે દિવસથી ગુજરાત પ્રવાસે
કોંગ્રેસના રાષ્ટ્રીય પક્ષના દાવેદાર મલ્લિકાર્જુન ખડગે બે દિવસથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ હવે મલ્લિકાર્જુન ખડકે આવી રહ્યા છે. બેઠકનું આયોજન કરવામાં આવશે જેમાં ચુટણીલક્ષીનું આગામી પ્રચાર અને આયોજન કરશે. Click Here
ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
1) ગુડસ લિફ્ટ તૂટી પડતા શ્રમિકનું મોત, 7 વ્યક્તિઓને ગંભીર ઈજા
સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ બેમાં લુમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ જેટલા શ્રમિકો ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. જોકે, રાજ્યમાં કોઈ લિફ્ટને કારણે શ્રમીકોને ભોગવવું પડ્યું હોય એવી કોઈ આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અમદાવાદમાં આવી જ ઘટના બની હતી. click here
2) હર્ષદ રીબડિયાને જિલ્લા કોંગ્રેસે કહ્યા ગદ્દાર, આક્રોશ સાતમા આસમાને
ગઈ કાલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાની સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટવરલાલ પોકીયાએ કોંગ્રેસમાંથી રાજીનામા આપીને અન્ય રાજકીય પક્ષમાં જોડાવાને લઈને ગાંધીનગરમાં ગતિવિધિ કરી રહ્યા છે. જેને લઈને આજે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે બેઠકનું આયોજન થયું હતું. જેમાં કોંગ્રેસી કાર્યકરોમાં પુર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને જિલ્લા પ્રમુખ નટવરલાલ પોકિયા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ બંનેના ફોટા પર ગદ્દારો લખીને ખૂબ વિરોધ કર્યો છે. click here