ગઈકાલનાએ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
(1) રોડ શો અને સભામંડપ લોકોના ઉત્સાહને જોતા ટૂંકો પડશે: હર્ષ સંઘવી
વડાપ્રધાનના ભાવનગરમાં આગમન પૂર્વે સુરક્ષા તૈયારી નિરીક્ષણ માટે હર્ષ સંઘવી પહોચ્યા ભાવનગર હતા. હર્ષ સંઘવીનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત કરાયું હતું. રોડ શો માર્ગ પર કર્યું નિરીક્ષણ અને કહ્યું કે, બેરીકેટની યોગ્ય ગોઠવણ કરો. રોડ શો દરમિયાન લોકો તેમના પ્રિય વડાપ્રધાનને જોઈ શકે અને છતાં કોઈ મુશ્કેલી ના પડે તેવા આયોજન અંગે આપી સુચના. click here
(2)પ્રિયંકા ગાંધી નોરતામાં ગુજરાતના પ્રવાસે, પાવાગઢથી પ્રચાર શરૂ
ગુજરાતમાં ચુંટણી આવી રહી છે, ત્યારે નવરાત્રિમાં મોટા નેતાઓ એન્ટ્રી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી નવરાત્રિમાંગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મહાકાળી પાવાગઢથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આણંદમાં સભા ગજવશે ત્યારબાદ વડોદરામાં રોડ શો કરશે. click here
(3)સોમનાથ પોલીસે ચરસના જથ્થા સાથે એકને પકડી પાડ્યો, પૂછપરછ શરૂ
ગુજરાતમાં સમયાંતરે પકડાતી નશાની સામગ્રી ચિંતા કરવા મજબુર કર છે. ખાસ કરીને દરિયાકાંઠાથી નજીક આવેલા શહેરમાંથી ક્યારેક ડ્રગ પકડાય છે તો ક્યારેક નશા સંબંધીત વસ્તુઓની દાણચોરી. ગીર સોમનાથ પોલીસે 26 લાખથી વધારે કિંમતના ચરસના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસે કાયદેસરના પગલાં લીધા છે.click here
(4)દિલ્હીમાં હવે છોકરાઓ પણ સુરક્ષીત નથી, 12 વર્ષના છોકરા સાથે 4 લોકોએ અકુદરતી સેક્સ આચર્યુ
ઉત્તર પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં 12 વર્ષના છોકરા સાથે ચાર છોકરાઓએ અકુદરતી સેક્સ આચર્યુ હતું. એટલું જ નહીં, આરોપીઓએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખીને માર પણ માર્યો હતો. દિલ્હી મહિલા આયોગે આ મામલે દિલ્હી પોલીસને નોટિસ પાઠવીને કાર્યવાહીની માંગ કરી છે. એક આરોપી ઝડપાઈ ગયો છે, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. click here
(5) શંકરાચાર્યના વસિયતનામાનો વિવાદ, પરંપરા અનુસાર બધુ થયાનો દાવો
નિરંજની અખાડા પરિષદના મહંત શ્રી રવિન્દ્રપુરી મહારાજે નવા શંકરાચાર્યોની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે આ નિમણૂંકો શાસ્ત્રોક્ત નહીં પરંતુ પરંપરા અનુસાર છે. રવિન્દ્રપુરીએ અવિમુક્તેશ્વરાનંદ વિશે કહ્યું કે તેમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ વિચારણા હેઠળ છે. તેથી આ નિમણૂક યોગ્ય નથી. રવિન્દ્રપુરીએ કહ્યું છે કે તેઓ તેમને શંકરાચાર્ય માનતા નથી અને ક્યારેય માનશે પણ નહીં. click here
સિતારા
(1)કોઈ એક દિવસમાં લખાયું તો આ સોંગના મુખડા 50 વાર રીજેક્ટ થયા છતાં સુપરહીટ
બોલિવુડ હિન્દી સિનેમાની દુનિયામાં ભલે અત્યારે ફિલ્મોનો દુષ્કાળ હોય પણ મ્યુઝિક આલ્બમ અને ફિલ્મોના ગીત હજુ પણ લોકમાનસ પર ઊંડી અસર ધરાવે છે. પોપગીતનો જમાનો હતો હાલમાં મ્યુઝિક આલ્બમનો યુગ છે. જેમાં સિનેમાના કલાકારો પણ એક ગીત કરવાના કરોડો રૂપિયા લઈને મ્યુઝિક આલ્બમ લૉન્ચ કરે છે. પણ બોલિવુડનો એક આખો એવો દાયકો હતો જેમાં ગીતના શબ્દો અને સ્ક્રિન પ્લેની સિચ્યુએશન પર રીતસરનું નક્શીકામ થયું. જેમાં શું ચાલે છે થી લઈને આઈ લવ યુ કહેવા સુધીના ગીતો બન્યા. જોઈએ આ ગીત પાછળની રસપ્રદ ગાથા.click here
ચેમ્પિયન
(1)ગુજરાતના હર્મિત દેસાઈએ ટેબલ ટેનિસ ફાઇનલમાં સૌમ્યજીત ઘોષને હરાવીને જીત્યો ગોલ્ડ
સુરત ખાતે આયોજિત 36 મી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ પુરુષ સિંગલ ફાઇનલમાં ગુજરાતના હાર્મિત દેસાઈએ હરિયાણાના સૌમ્યજીત ઘોષ ને 4-0 થી હરાવીને ગોલ્ડ જીત્યો છે.તેં સાથે જ હર્મિત દેસાઈએ ફરી એક વખત સુરત અને ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે. સુરતની જનતાએ હર્મિત દેસાઈ જોડે ફોટો પડાવવા અને સેલ્ફી લેવા માટે ની લાઈનો લગાવી હતી. click here