- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1) કેજરીવાલ નિકળ્યા રિક્ષા ચાલકના ઘરે ભોજન કરવા, જૂઓ વીડિયો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે છે. જેને લઈને આજે સોમવારે તેમણે આજે ઓટોના ડ્રાઈવરો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન વિક્રમ દંતાણી નામના રિક્ષા ચાલકે અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. આથી CM કેજરીવાલ આજે સોમવારે સાંજે 8 વાગ્યે તાજ સ્કાય લાઈન હોટલથી ઘાટલોડીયાના કે.કે નગર સુધી વિક્રમ દંતાણીની રિક્ષામાં બેસીને તેમના ઘરે જમવા ગયા હતા. Click Here
2) પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો હડતાળ પર, ICDS અધિકારીને આપ્યું આવેદન પત્ર
ગુજરાત રાજ્ય આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા આજે પડતર માંગણીને લઈને ICDS અધિકારીને આવેદન આપ્યું હતું. આ સાથે ત્રણ દિવસની હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે. અનેક પ્રશ્નોની રજૂઆત ભૂતકાળમાં પણ કરી હતી જેનો કોઈ નક્કર ઉકેલ ન મળતા ફરીવાર આંગણવાડી બહેનોએ હડતાલનું પગલું ભર્યું છે. click Here
3) લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી કર્યું ગંદૂ કામ, પિતાને મારી નાખવાની ધમકી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક યુવકે લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરતો હતો. પાદરા તાલુકાના આ યુવકે 23 વર્ષીય યુવતી જોડે વારંવાર પોતાના ફ્લેટ પર બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતી જોડે છેલ્લા બે વર્ષથી પ્રેમ સબંધ હતો અને તેને લાલચ આપી દુષ્કર્મ આચર્યાની કામલીલા સામે આવી છે. Click Here