- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન શાહ સાથે કરશે મુલાકાત
આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે મુલાકાત કરવાના છે. મુલકાત દરમિયાન ગુજરાતના વિકાસ મોડલ અને આગામી યોજના સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે.
2. ચરણજીત સિંહ ચન્ની આજે પંજાબનું મુખ્યપ્રધાન પદ સંભાળશે
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ પંજાબના નવા મુખ્યપ્રધાન તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીના નામને મંજૂરી આપી દીધી છે. જે આજે પંજાબનું મુખ્યપ્રધાન પદ સંભાળશે.
3. IPL 2021: આજે KKR અને RCB વચ્ચે જામશે ટક્કર
આજે IPL 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે જંગ જામશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1. ગુજરાતમાં ઠેરઠેર કરાયું ગણપતિ વિસર્જન
ગણેશોત્સવનો ગઈકાલે છેલ્લો દિવસ હોવાથી ઠેર ઠેર ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. મહાનગરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. click here
2.ચરણજીત સિંહ ચન્ની પંજાબના આગામી મુખ્યપ્રધાન
ચરણજીત સિંહ ચન્ની પંજાબના આગામી મુખ્યપ્રધાન બનશે. ચંદીગઢમાં ગઈકાલે યોજાયેલી પંજાબ કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં ચરણજીત સિંહ ચન્નીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે બિનહરીફ ચૂંટાયા છે. click here
3. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારા ગોવિંદધામની મુલાકાત લઈ ગુરુ ગ્રંથસાહેબને અર્પણ કર્યા ભાવપુષ્પ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ગુરુદ્વારા ગોવિંદધામની મુલાકાત લઈ ગુરુગ્રંથ સાહેબને શ્રદ્ધાપૂર્વક ભાવ પુષ્પ અર્પણ કર્યા હતા. ખાસ કરીને વહેલી સવારથી જ તેમની રાહ જોવાતી હતી. જેમનું સ્વાગત કરવા માટે શહેરના બીજેપીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. click here
રાકેશ ટિકૈતે ભાજપને ગણાવી કિમ જોંગની સરકાર
જાહેર સભાને સંબોધવા માટે યુપીના પીલીભીત પહોંચેલા ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. અહીં આ વાતચીતના મુખ્ય અંશો છે.click here
દાંપત્ય જીવનનો પાયો હલાવી શકે છે ભાવનાત્મક અંતર
લાંબા સમય સુધી એક બીજા સાથે રહેતા-રહેતા કેટલીયવાર પતિ અને પત્ની વચ્ચે ભાવનાત્મક અંતર આવવા લાગે છે. એવું નથી કે તેમનામાં પ્રેમ ઓછો થઇ જાય છે, પરંતુ તે બન્ને પોતાની રોજીંદી જિંદગી જવાબદારીઓ સાથે જીવવા માટે એટલા ટેવાયેલા છે કે, તેઓ બીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની જરૂરિયાત અનુભવતા નથી. પરિણામે, સંબંધોમાં અસંતોષ, નીરસતા અને ગુસ્સો વધવા લાગે છે. click here