ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટોક્યો ઓલિમ્પિક્સનું સમાપન અને રૂપાણી સરકારની 'શહેરી જનસુખાકરી દિવસ'ની ઉજવણી સહિત કેટલીક રસપ્રદ વાંતો, વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

Top News
Top News

By

Published : Aug 8, 2021, 7:02 AM IST

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. વિજય રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી અંતર્ગત આજે થશે 'શહેરી જનસુખાકરી દિવસ'ની ઉજવણી

મુખ્યપ્રઘાન વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે વિજય રૂપાણી ગુજરાતમાં પ્રવાસ કરી વિવિધ દિવસોની ઉજવણી કરી રહ્યા છે. આજે 8 ઓગસ્ટના રોજ વિજય રૂપાણી અનદાવાદમાં પ્રદિપસિંહ જાડેજા સાથે 'શહેરી જનસુખાકરી દિવસ'ની ઉજવણી કરશે.

2.ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો આજે અંતિમ દિવસ, સમાપમ સમારોહનું કરાયું ભવ્ય આયોજન

આજે ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો 17મો અને અંતિમ દિવસ છે, ત્યારે ઓલિમ્પિક્સની ધરોહર લંડના હાથમાં સોંપી આ ભવ્ય ખેલ મહાકુંભનું સમાપન કરવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતે કુલ 7 મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યુ છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1.ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી

ટોકિયો ઓલિમ્પિક 2020માં પહેલી વખત ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ એટલે એથ્લેટિક્સમાં ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નિરજ ચોપરાએ ફાઈનલના પ્રથમ રાઉન્ડ 87.3, બીજામાં 87.58 અને ત્રીજામાં 76.79, ચોથા અને પાંચમાં રાઉન્ડમાં ફાઉલ અને છઠ્ઠા રાઉન્ડમાં 84 મીટરથી વધું બરછી ફેંકી હતી. નિરજે આજે શનિવારે ગોલ્ડ પર નિશાન તાક્યું હતું. આ યુવા ખેલાડીઓ સામે દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ પણ મેદાને ઉતર્યા હતા. વધુ વિગત માટે...Click Here

2. Tokyo Olympics 2020: ભારતના નામે વધુ એક મેડલ, બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ટોક્યો ઓલિમ્પિક્સના છેલ્લા દિવસે ભારત માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કુશ્તીની સેમિફાઈનલમાં હાર મેળવ્યા બાદ બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં કઝાખિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. બજરંગ કઠિન જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. આ મેચમાં બજરંગનો મુકાબલો કિર્ગીસ્તાનના ઇરનાઝર અકમતાલેવ સામે હતો. અંતિમ સ્કોર 3-3 હતો, પરંતુ તે પ્રથમ પીરિયડમાં વધુ પોઇન્ટ મેળવવામાં સફળ રહ્યો હોવાથી બજરંગને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. વધુ વિગત માટે...Click Here

3.વિકાસ દિન : કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે રાજ્યમાં 5300 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM Rupani ) સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને આજે શનિવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે "વિકાસ દિન" ની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ( Union Home Minister Amit Shah ) વર્ચ્યુઅલ રીતે 5300 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું. જાણો કાર્યક્રમની વધુ માહિતી...Click Here

  • Explainers :

સ્ટોક એક્સચેન્જમાં પ્રથમ દિવસે જ ધૂમ મચાવનાર ઝોમેટોના રોકાણકારોનું કેવું રહેશે ભવિષ્ય ?

શુક્રવારે સ્ટોક એક્સચેન્જમાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે. કંપનીને ખોટ થતી હોવા છતા રોકાણકારોએ તેના પર ભરોસો રાખ્યો છે. સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થતા જ કંપનીના શેરની કિંમતમાં ઉછાળો આવ્યો હતો અને કંપની 1 લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગઈ. આ માઈલસ્ટોનથી કંપનીને અને રોકાણકારોને શું ફાયદો થશે ? જાણો માત્ર એક ક્લિકથી... Click Here

સુખીભવ:

ચાતુર્માસમાં ખાદ્યપદાર્થો પર Restiction મૂકવું જરૂરી છે

જેને ઋતુઓનો સંધિગાળો કહેવામાં આવે છે તે ચાતુર્માસનો ( Chaturmas ) પ્રારંભ થયો છે. તેને રોગોની મોસમ કહેવામાં આવે છે. હવામાનમાં ભેજ અને ભેજને કારણે બેક્ટેરિયા વધુ સક્રિય બને છે અને રોગો સામે લડવાની આપણી શારીરિક ક્ષમતાને પણ અસર પડે છે. તેથી આ સિઝનમાં ઘણા ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ રીતે, કોરોનાની ( Corona ) ઘટતી અને વધતી તીવ્રતા તેમજ ચોમાસામાં સંક્રમણ વધવાની સંભાવનાને કારણે તે ખૂબ મહત્વનું છે કે ખોરાક (Restriction On Food) અને દિનચર્યા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. Click Here

  • સાયન્સ અને ટેક્નોલોજી:

મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પરના તળાવ કદાચ ખરેખર નથી!

2018માં બે સંશોધન ટીમે મંગળ એક્સપ્રેસ ઓર્બિટરના (Mars Express orbiter) ડેટા પર કામ કરતી વખતે એક આશ્ચર્યજનક શોધની જાહેરાત કરી હતી. લાલ ગ્રહના દક્ષિણ ધ્રુવમાંથી રડાર ઇન્સ્ટ્રુમેન્ટથી છોડાતાં સંકેતો એક પ્રવાહી ઉપગ્રહ તળાવ જેવા દેખાયા હતાં. જોકે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની(ASU) અને નાસા (NASA ) વૈજ્ઞાનિક ટીમે એવા ઢગલાબંધ રડાર રીફ્લેક્શન મંગળના દક્ષિણ ગ્રુવની આસપાસ શોધ્યાં, જે માર્સ એક્સપ્રેસ દ્વારા મોકલાયેલા વધુ સઘન ડેટાના અભ્યાસ બાદ જાણવા મળ્યું હતું. વધુ જાણકારી મેળવો માત્ર એક ક્લિક પર...Click Here

  • Video of the Day:

અમદાવાદ-ગાંધીનગર સરગાસણ બ્રિજને જોઈને તમે બોલી ઉઠશો કે વાહ... જૂઓ ડ્રોન વિઝ્યુલ

Video of the Day

ABOUT THE AUTHOR

...view details