ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓલિમ્પિક્સમાં અપેક્ષાનો ભાર ન લેશો : વડાપ્રધાન મોદી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

17મી જુલાઇએ ભારતા ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે જશે. આથી આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી હતી. આ સંવાદ દરમ્યાન તેમણે ખેલાડીઓને કહ્યું હતું કે તમારે ઓલિમ્પિક્સની અપક્ષામાં દબાવાની જરૂર નથી.

ઓલ્મપિક્સમાં અપેક્ષાનો ભાર ન લેશો
ઓલ્મપિક્સમાં અપેક્ષાનો ભાર ન લેશો

By

Published : Jul 13, 2021, 6:44 PM IST

Updated : Jul 13, 2021, 6:57 PM IST

  • ટોક્ટો ઓલમ્પિકના ખેલાડીઓ સાથે વડાપ્રધાને કરી વાત
  • 17મી જુલાઇએ ખેલાડીઓ જશે રવાના
  • મનપ્રીત અને મેરી કોમ ભારતની ધ્વજવાહક

ન્યૂઝ ડેસ્ક:કોરોના સંકટ વચ્ચે જ્યારે ટોકિયો ઓલિમ્પિક્સ યોજાવા જઇ રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પણ આ મહાકુંભમાં ભાગ લેવાની તૈયારીઓ કરી રહ્યાં છે, ત્યારે મંગળવારે વડાપ્રધાન મોદીએ આ ખેલાડીઓેને પ્રેરણા આપવા માટે 15 ખેલાડીઓ સાથે વાતચિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા તીરંદાજ દીપિકા કુમારી સાથે વાતચિત કરી હતી. વડાપ્રધાને દીપિકાને કહ્યું હતું કે નાનપણમાં તેને કેરી ખૂબ જ પસંદ હતી. કેરી તોડવાથી શરૂ થયેલી તેમની આ સફર કેવી રહી હતી. જેવલીન થ્રોઅર નીરજ ચોપડા સાથે વાતચિત કરતાં તેમણે ખેલાડીઓને કહ્યું હતું કે ઓલિમ્પિક્સની અપેક્ષામાં દબાવાની જરૂર નથી. તમે કોઇ પણ ડર રાખ્યા વગર ઓલિમ્પિક્સમાં ભાગ લેજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલંપિક પદક વિજેતા અને વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી મેરીકોમ સાથે વાત કરતાં પુછ્યું હતું કે તમારા ફેવરિટ બોક્સિંગ ચેમ્પિયન કોણ છે તો મેરી કોમએ જણાવ્યું હતું કે મહોમ્મદ અલી મારા પ્રેરણા સ્ત્રોત છે.

મનપ્રીત અને મેરી કોમ છે ભારતની ધ્વજવાહક

દિગ્ગજ મહિલા મુક્કેબાજ એમસી મેરીકોમ અને ભારતીય હૉકી ટીમની કેપ્ટન મનપ્રીત સિંહને ટોકિયો ઓલિમ્પિક્સમાં ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બન્ને ખેલાડીઓ ઓલિમ્પિક્સ ઉદ્દઘાટન સમારંભમાં ભારતીય દળની આગવાની કરશે તો આ તરફ બજરંગ પૂનિયા 8 ઑગસ્ટના રોજ સમાપન કાર્યક્રમમાં ભારતીય ધ્વજવાહક બનશે. 17 જુલાઇએ ભારતનો ખેલાડીઓનું પહેલું દળ રવાના થશે.

Last Updated : Jul 13, 2021, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details