ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રણ સદી બાદ આજે સૂર્યાસ્ત બાદ શનિ અને ગુરુ ગ્રહ એકબીજાથી ખૂબ જ નજીક જોવા મળશે

આપણા સૂર્યમંડળના બે મોટા ગ્રહ શનિ અને ગુરુ એક બીજાથી ખૂબ જ નજીક જોવા મળશે. આ પહેલા આ ઘટના 17મી સદીમાં મહાન ખગોળશાસ્ત્રી ગેલિલિયોના જીવનકાળમાં બની હતી. સૌરમંડળમાં ઘટનારી આ ઘટના સોમવારે લોકોને જોવા મળશે જે તેમના મને ઊર્જા અને ઉમંગથી ભરી દેશે. ગોરખપુર નક્ષત્ર શાળાના વૈજ્ઞાનિક અમરપાલનું કહેવું છે કે, સૂર્યાસ્ત બાદ કોઈ પણ ઉપકરણની મદદ વગર આજે સાંજે આ ઘટના જોઈ શકાશે.

ત્રણ સદી બાદ આજે સૂર્યાસ્ત બાદ શનિ અને ગુરુ ગ્રહ એકબીજાથી ખૂબ જ નજીક જોવા મળશે
ત્રણ સદી બાદ આજે સૂર્યાસ્ત બાદ શનિ અને ગુરુ ગ્રહ એકબીજાથી ખૂબ જ નજીક જોવા મળશે

By

Published : Dec 21, 2020, 10:04 AM IST

  • આજે સાંજે શનિ અને ગુરુ એકબીજાની નજીક જોવા મળશે
  • છેલ્લે આ ઘટના ત્રણ સદી પહેલા એટલે કે 1623માં બની હતી
  • સૂર્ય ખૂબ જ નજીક હોવાથી ત્યારે આ ઘટના નહતી જોઈ શકાઈ
  • આજે બંને ગ્રહ સૂર્યાસ્ત બાદ નજીક આવશે એટલે તમામ લોકો જોઈ શકશે
    ત્રણ સદી બાદ આજે સૂર્યાસ્ત બાદ શનિ અને ગુરુ ગ્રહ એકબીજાથી ખૂબ જ નજીક જોવા મળશે

નવી દિલ્હી :વૈજ્ઞાનિક અમરપાલે જણાવ્યું કે, લગભગ 397 વર્ષ પછી ફરી એક વાર ગુરુ અને શનિ એકબીજાની સૌથી વધારે નજીક આવશે. આની પહેલા જુલાઈ 1623માં બંને ગ્રહ આટલા નજીક જોવા મળ્યા હતા. ત્યારે સૂર્ય ખૂબ નજીક હોવાના કારણે આ ઘટનાને જોઈ નથી શકાઈ. એવું પહેલી વખત થઈ રહ્યું છે કે જ્યારે આ ખગોળિય ઘટનાને સ્પષ્ટ રીતે જોઈ શકીશું. 21 ડિસેમ્બર 2020એ થનારી આ ઘટનાના કારણે આ વર્ષનો સૌથી નાનો દિવસ પણ કહી શકાય. તેમણે જણાવ્યું કે, આવી ઘટના વારંવાર નથી થતી અને જે વ્યક્તિને આ ઘટના જોવા મળશે તેના માટે આ એક અદ્ભૂત ક્ષણ હશે.

ત્રણ સદી બાદ આજે સૂર્યાસ્ત બાદ શનિ અને ગુરુ ગ્રહ એકબીજાથી ખૂબ જ નજીક જોવા મળશે

વાતાવરણ બરાબર રહ્યું તો દુનિયા આખી આ ઘટના જોઈ શકશે

નક્ષત્રશાળાના વૈજ્ઞાનિકે અમેરિકી અંતરિક્ષ નાસાની રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુરુ ગ્રહ પોતાના પાડોશી ગ્રહ શનિની પાસેથી દર 20 વર્ષમાં એક વાર તો પસાર થાય જ છે. પરંતુ પહેલી વખત બંનેનું એકબીજાની આટલું નજીક આવવું એ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. બંને ગ્રહ વચ્ચેનું અંતર આ વખતે 0.1 ડિગ્રી રહી જશે. આ સાથે જ વાતાવરણ અનુકૂળ રહેશે તો સહેલાઈથી સૂર્યાસ્ત બાદ દુનિયાભરમાં આ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details