ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટોય ફેર 2021નું વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન, Hand Made in Indiaની માંગ વધી - india toy fair 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત ટોય ફેર 2021નું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાનની આ દ્રષ્ટિને અનુરૂપ ભારત ટોય ફેર 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2021 સુધી ચાલશે.

ભારત ટોય ફેર 2021નું PM મોદી દ્વારા ઉદ્ઘાટન, Hand Made in Indiaની માંગ વધી
ભારત ટોય ફેર 2021નું PM મોદી દ્વારા ઉદ્ઘાટન, Hand Made in Indiaની માંગ વધી

By

Published : Feb 27, 2021, 2:56 PM IST

  • વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત ટોય ફેર 2021નું ઉદ્ઘાટન કર્યું
  • બાળકોના મગજના વિકાસ માટે રમકડાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: PM મોદી
  • સિંધુઘાટી સંસ્કૃતિ, મોહેંજો-દડો અને હડપ્પાના યુગના રમકડા પર આખા વિશ્વએ સંશોધન કર્યું

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત ટોય ફેર 2021નું ઉદ્ઘાટન કર્યું હતું. સતત જોડાણો બનાવવા અને ઉદ્યોગના સર્વાંગી વિકાસની ચર્ચા કરવા માટે ખરીદનાર, વેચનાર, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડિઝાઇનર્સ વગેરે સહિતના તમામ હોદ્દેદારોને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો હેતું છે.

રમકડાં મહત્વાકાંક્ષાઓને નવી પાંખ આપે છે

ભારત ટોય ફેર 2021ના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાનએ કહ્યું હતું કે, બાળકોના મગજના વિકાસ માટે રમકડાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ રમકડાં મનોચિકિત્સક ગતિવિધિ અને જ્ઞાનની કુશળતા વધારવામાં પણ બાળકોને મદદ કરે છે. અગાઉ ઑગસ્ટ 2020માં વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં સંબોધિત કરતા કહ્યું હતું કે, રમકડાં માત્ર ક્રિયાશીલતા નહીં, પરંતુ મહત્વાકાંક્ષાઓને પણ નવી પાંખ આપે છે બાળકોના સમગ્ર વિકાસમાં રમકડાં અંગે મહત્ત્વની ચર્ચા કરતા વડાપ્રધાને પહેલા પણ ભારતમાં રમકડાંના ઉત્પાદન વધારવા પર જોર આપ્યું છે.

ભારતને રમકડાંના નિર્માણ માટે વૈશ્વિક હબ બનાવવા અંગે ચર્ચા થઈ

ઈન્ડિયા ટોય ફેર 2021નું આયોજન 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલું રહેશે. આ ફેરનો ઉદ્દેશ સતત જોડી રાખવા તથા ખરીદનાર, વેચનાર, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડિઝાઈનરો સહિતના લોકોને ઉદ્યોગના સમગ્ર વિકાસ પર વિચાર વિમર્શ કરવા માટે એક જ મંચ પર લાવવાનો છે. આ મંચના માધ્યમથી સરકાર અને ઉદ્યોગ એક સાથે વિચાર કરશે કે કેવી રીતે ભારતને રમકડાંના નિર્માણ અને આઉટ સોર્સિંગ માટે વૈશ્વિક હબ બનાવી શકાય. ઈ-કોમર્સ સક્ષમ ડિજિટલી પ્રદર્શનમાં 30 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 1000થી વધારે પ્રદર્શકોએ પોતાનું ઉત્પાદન અહીં બતાવ્યું હતું. આમાં પરંપરાગત ભારતીય રમકડાંની સાથે સાથે ઈલેક્ટ્રોનિક રમકડાં, પ્લસ ટોય, પઝલ તથા ગેમ્સ સહિત આધુનિક રમકડાં પણ જોવા મળ્યાં હતાં.

વડાપ્રધાને ઉદ્ઘાટન પ્રસંગે આ વિશેષ વાતો કહી હતી...

  • આ પ્રથમ રમકડા મેળો ફક્ત કોઈ વ્યવસાય અથવા આર્થિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશની રમત-ગમત અને ઉમદા વિકાસની જૂની જુની સંસ્કૃતિને મજબૂત કરવાની એક કડી છે.
  • સિંધુઘાટી સંસ્કૃતિ, મોહેંજો-દડો અને હડપ્પાના યુગના રમકડા પર આખા વિશ્વએ સંશોધન કર્યું છે. પ્રાચીન સમયમાં, જ્યારે વિશ્વના મુસાફરો ભારત આવતા ત્યારે તેઓ ભારતમાં રમતગમત શીખતા હતા અને તેઓ તેને સાથે લઈ જતા હતા.
  • રમકડા એ બાળકોના જીવનનો એક ભાગ બની ગયો છે. લોકોએ રમકડા મેળાનો લાભ લેવો જોઈએ.
  • આપણા શાસ્ત્રોમાં બાળ રામ માટે કેટલાંક રમકડાંનું વર્ણન જોવા મળે છે.
  • જો આજે Made in Indiaની માંગ છે, તો Hand Made in Indiaની માંગ પણ એટલી જ વધી રહી છે.
  • National Toy Action Plan પણ તૈયાર કરવામાં આવી છે. તેમાં 15 મંત્રાલયો અને વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી આ ઉદ્યોગો સ્પર્ધાત્મક બને, દેશો રમકડાઓમાં આત્મનિર્ભર બને અને ભારતના રમકડા વિશ્વમાં જાય.

ABOUT THE AUTHOR

...view details