ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજૂ કરાશે
ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજૂ કરાશે રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલ 3 માર્ચ એટલે કે આજે વિધાનસભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે, ત્યારે બજેટ રજૂ કરાય તેની પૂર્વ સંધ્યાએ નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સૌનું બજેટ હશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે કોરોના વેક્સિન લેશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે કોરોના વેક્સિન લેશે તાજેતરમાં જ દેશભરમાં કોરોના વેક્સિનનો વધુ એક તબક્કો શરૂ થયો છે. જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેશે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને ભાજપની કોર કમિટિની બેઠક
પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને ભાજપની કોર કમિટિની બેઠક પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેના ભાગરૂપે આજથી ભાજપ કોર કમિટિની બેઠક યોજાશે. જેમાં ઉમેદવારો નક્કી કરવાની સાથે સાથે પ.બંગાળમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના સ્ટારપ્રચારકોની રેલીઓ અંગે નિર્ણય લેવામાં આવશે.
આજથી ભારતીય વાયુ સેના વિવિધ દેશોની વાયુ સેના સાથે ટ્રેનિંગમાં ભાગ લેશે
આજથી ભારતીય વાયુ સેના વિવિધ દેશોની વાયુ સેના સાથે ટ્રેનિંગમાં ભાગ લેશે ભારતીય વાયુ સેના સૌપ્રથમ વખત 'ડેઝર્ટ ફ્લેગ-06'માં ભાગ લેવા જઈ રહી છે. આજથી 27 માર્ચ દરમિયાન UAE ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં અમેરિકા, ફ્રાન્સ, સાઉદી અરેબિયા, સાઉથ કોરિયા તેમજ બહેરિન દેશની વાયુ સેનાઓ પણ ભાગ લેશે.
ઝારખંડ વિધાનસભામાં આજે બજેટ રજૂ કરાશે
ઝારખંડ વિધાનસભામાં આજે બજેટ રજૂ કરાશે ઝારખંડના નાણાપ્રધાન ડૉ. રામેશ્વર ઓરાઓ આજે ઝારખંડની વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરશે. કોરોનાકાળ પછીના પ્રથમ બજેટને લઈને લોકોમાં કૂતુહુલતા જોવા મળી રહી છે.
ઉજ્જૈનમાં આજથી મહાશિવરાત્રી પર્વની ઉજવણી શરૂ
ઉજ્જૈનમાં આજથી મહાશિવરાત્રી પર્વની ઉજવણી શરૂ ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિર ખાતે આજથી મહાશિવરાત્રી પર્વની ઉજવણી શરૂ થશે, આ વર્ષે મંદિર તરફથી 3થી 12 માર્ચ દરમિયાન આ પર્વની ઉજવણી કરાશે. જેમાં કોરોના ગાઈડલાઈન મુજબ ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશની પ્રથમ ફાઈવ સ્ટાર તાજ હોટેલ બનાવનારા જમશેદજી ટાટાનો જન્મદિન
દેશની પ્રથમ ફાઈવ સ્ટાર તાજ હોટેલ બનાવનારા જમશેદજી ટાટાનો જન્મદિન જમશેદજીનો જન્મ 3 માર્ચ, 1839માં દક્ષિણી ગુજરાતના નવસારીમાં એક પારસી પરિવારમાં થયો હતો. જ્યારે, 19 મે, 1904ને 65 વર્ષની વયમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમનું આખું નામ જમશેદજી નુસીરવાનજી ટાટા હતું. માત્ર 14 વર્ષની વયમાં જ જમશેદજી પોતાના પિતાની સાથે મુંબઈ આવી ગયા અને વ્યવસાય તરફ વળ્યા હતા.
કોરોના વેક્સિન ઉત્પાદકો આજે વડાપ્રધાન મોદીને મળશે
કોરોના વેક્સિન ઉત્પાદકો આજે વડાપ્રધાન મોદીને મળશે સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SII) અને ભારત બાયોટેક સહિતના રસી ઉત્પાદકોના અધિકારીઓ બુધવારે એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને સરકાર પ્રોફીલેક્ટીક ઉત્પાદનોની કિંમતમાં ભાવધારાની માંગ કરશે.
દિલ્હી નગર નિગમની પેટા ચૂંટણીમાં આજે પાંચ બેઠકો માટે મતગણતરી
દિલ્હી નગર નિગમની પેટા ચૂંટણીમાં આજે પાંચ બેઠકો માટે મતગણતરી પાલિકાની પેટા-ચુંટણી પર આજે પાંચ વોર્ડની બેઠકો જીતવાનો અને જીતવાનો નિર્ણય લેવામાં આવશે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મતોની ગણતરી માટે 5 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનના નાગૌર ખાતે આજે કિસાન મહાપંચાયતનું આયોજન
રાજસ્થાનના નાગૌર ખાતે આજે કિસાન મહાપંચાયતનું આયોજન કેન્દ્રનાં કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા ત્રણેક મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. જેને લઈને આજે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આજે કિસાન મહાપંચાયતનુ આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમા રાકેશ ટિકૈત સહિત મોટી સંખ્યામાં કેડૂત અગ્રણીઓ જોડાય તેવી શક્યતા રહેલી છે.