ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે ભારતના ત્રિરંગાને 74 વર્ષ પૂર્ણ થયા, શું છે ત્રિરંગાનો ઈતિહાસ - Pingali Vaikaiya

આજે ( 22 જુલાઈ ) ભારતનો રાષ્ટ્રધ્વજ(National flag of India)ને 74 વર્ષ પૂર્ણ થયા છે. 1947ની 22 મી જુલાઈના દિવસે અશોક ચક્ર સાથેના ત્રિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો ત્યારથી દર વર્ષની 22 મી જુલાઈના દિવસે ત્રિરંગા રાષ્ટ્રધ્વજનો જન્મ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, તો ચાલો જાણીએ ત્રિરંગાની રાષ્ટ્રધ્વજ બનવા સુધીની સફરના રોચક ઈતિહાસ

india
આજે ભારતના ત્રિંરગાને 74 વર્ષ પૂર્ણ થયા, શું છે ત્રિંરગાનો ઈતિહાસ

By

Published : Jul 22, 2021, 11:29 AM IST

Updated : Jul 22, 2021, 12:08 PM IST

  • આજે ભારતનો રાષ્ટ્રધ્વજ તેનો 74 મો જન્મ દિવસ મનાવી રહ્યો છે
  • વર્ષ 1947ની 30મી જુલાઈના દિવસે ભારતના રાષ્ટ્રધ્વજ ને સ્વીકૃતિ આપવામાં આવી હતી
  • પીંગાલી વૈકૈયાના હાથે રાષ્ટ્રધ્વજ પ્રથમ વખત થયો હતો તૈયાર


જૂનાગઢ : આજે ભારતનો રાષ્ટ્રધ્વજ (National flag of India)ને 74 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 1947ની 22 મી જુલાઈના દિવસે સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ અશોક ચક્ર સાથે ત્રિરંગાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ત્યારથી 22 જુલાઇના દિવસે સમગ્ર દેશમાં ભારતના રાષ્ટ્રધ્વજનો જન્મ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સર્વ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાનું બહુમાન પિંગાલી વૈકૈયાને જાય છે તેમના દ્વારા સર્વ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજના નિર્માણ ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

પિંગાલી વૈંકયાએ નિર્માણ કર્યો ત્રિરંગો

વર્ષ 1947ની 22મી જુલાઈ થી 26 મી જાન્યુઆરી 1950 સુધી અખંડ ભારતની ઓળખ બાદ તિરંગો પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાવા લાગ્યો. પિંગાલી વૈંકયાના હાથે પ્રથમ વખત તૈયાર થયેલા રાષ્ટ્રધ્વજને બંધારણીય સભામાં મંજૂરી અપાયા બાદ તેમાં સમયાંતરે થયેલા ફેરફારને અંતે 22 જુલાઈ 1947ના રોજ તૈયાર થયેલા રાષ્ટ્રધ્વજને 15 ઓગસ્ટ 1947માં રાજ ભવન પર સર્વપ્રથમ વખત ફરકાવવામાં આવ્યો હતો ત્યારથી ભારતનો રાષ્ટ્રધ્વજ તીરંગો શાન પૂર્વક દેશ અને દુનિયામાં ભારતની શાન ખુમારીથી વ્યક્ત કરી રહ્યો છે.

આ પણ વાંચો :મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ પદ્મવિભૂષણ અનિરુદ્ધ જગન્નાથજીનું નિધન, રાજકીય શોકની જાહેરાત

રાષ્ટ્રધ્વજના નિર્માણ સાથે અનેક લોકો સંકળાયેલા છે

વર્ષ 1904થી 1906ના સમયગાળા દરમિયાન વિવેકાનંદના અનુયાયી સિસ્ટર નિવેદિતાના હાથે રાષ્ટ્ર ધ્વજ નું નિર્માણ થયું હતું. વર્ષ 1907ના સમયગાળામાં મેડમ ભીખાજી રુસ્તમજી કામાના હાથે પણ તે નિર્માણ પામ્યો હતો. વર્ષ 1916 ના સમયગાળામાં પિંગાલી વૈંકયા, 1917માં બાળ ગંગાધર તિલક 1921માં ધાર્મિક એકતા સમો સફેદ લીલો અને લાલ રંગનો ધ્વજ રજૂ કરવામાં આવ્યો હતો તો વર્ષ 1931માં લાલ પીળા રંગનો ધ્વજ રજૂ થયો હતો પરંતુ અંતે 1947માં રાજેન્દ્ર પ્રસાદના પ્રયાસોને કારણે વર્તમાન રાષ્ટ્રધ્વજ અમલમાં આવ્યો છે જેને બનાવવાનું બહુમાન પિંગાલી વૈકૈયા નામના એક ભારતીયને મળે છે.

આ પણ વાંચો : દાહોદઃ 72માં પ્રજાસત્તાક દિને 2 હેલીકોપ્ટર રાષ્ટ્રધ્વજ ઉપર ગુલાબની પાંખડીઓ વરસાવશે

રાષ્ટ્રધ્વજને લઈને કાયદા

ભારતીય રાષ્ટ્ર ધ્વજને લઈને 26મી જુલાઈ 2002ના રોજ કેટલાક કાયદાઓ બન્યા હતા જે અનુસાર ત્રિરંગો હંમેશા ખાદીનો જ બનેલો હોવો જોઈએ અને તેના ત્રણે પટ્ટાની સાઈઝ એક સરખી હોવી જોઈએ વિવધ સાઈઝ માટે એક ચોક્કસ સાઈઝ નક્કી કરવામાં આવી છે. ભારત ગૃહમંત્રાલય દ્વારા ત્રિંરંગાને લઈને એક વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

Last Updated : Jul 22, 2021, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details