- દિલ્હીમાં આજથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલી
- દિલ્હીમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 8 સપ્ટેમ્બરે સ્કૂલ ખુલશે
- તેલંગાણા હાઈકોર્ટે પણ 1 સપ્ટેમ્બરથી સ્કૂલ શરૂ કરવા આપી મંજૂરી
નવી દિલ્હી/હૈદરાબાદઃ દિલ્હીમાં આજથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલી રહી છે. જ્યારે 6થી 8ના ધોરણ માટે 8 સપ્ટેમ્બરે સ્કૂલ ખુલશે. જ્યારે સ્કૂલ ખૂલવાથી લઈને દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, અમે તૈયાર છે. જ્યારે તેલંગાણા હાઈકોર્ટે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવાની મંગળવારે મંજૂરી આપી દીધી છે, પરંતુ સરકારી આવાસીય સ્કૂલો ખોલવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ હવે જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. તો વાલીઓમાં તણાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-પાટણમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ, પ્રથમ દિવસે માત્ર 30 ટકા હાજરી
દિલ્હીમાં આજથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલશે
દિલ્હીમાં લગભગ દોઢ વર્ષ બાદ તબક્કાવાર રીતે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આજથી સ્કૂલ ખુલી ગઈ છે. તો રાતથી જ દિલ્હીમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ પછી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી પહેલા દિવસે સ્કૂલ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓમાં સ્કૂલે આવવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ પહેલા થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. લગભગ દોઢ વર્ષ પછી બાળકો શાળાએ આવતા તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ
તો કૌટિલ્ય રાજકીય સર્વોદય બાળ વિદ્યાલયના પ્રિન્સિપાલ ડો. સી. એસ. વર્માએ કહ્યું હતું કે, પહેલા દિવસે મુશળધાર વરસાદના કારણે 300થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા છે. આ સંખ્યાથી જાણી શકાય છે કે, વિદ્યાર્થીઓ શાળાએ આવવા માટે કેટલા ઉત્સાહિત છે.
આ પણ વાંચો-આજથી શાળાઓમાં ધોરણ 6થી 8નાં વર્ગો શરૂ, વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
ઉત્તરપ્રદેશમાં આજથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ
ઉત્તરપ્રદેશમાં આજથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ છે. ત્યારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથી ટીમ-9ની બેઠકમાં સ્કૂલોમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ ધ્યાન રાખવા કડક નિર્દેશ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા, સેનિટાઈઝેશનનું કાર્ય દરેક દિવસે થવું જોઈએ. ભણવાની સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ ધ્યાન આપવામાં આવે.