ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે ટ્રેનનું પણ નામ બદલ્યું, ટીપુ એક્સપ્રેસ વોડેયરથી ઓળખાશે - મૈસૂર

બેંગ્લોરથી મૈસુર વચ્ચે ચાલતી ટીપુ એક્સપ્રેસનું નામ બદલીને વોડેયર એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે.(Tipu Express will be identify as Wodeyar Express) રેલવે વિભાગે શુક્રવારે આ જાણકારી આપી છે. આ સિવાય બીજી ટ્રેનનું નામ કુવેમ્પુ એક્સપ્રેસ ટ્રેન રાખવામાં આવ્યું છે.

ટીપુ એક્સપ્રેસ ટ્રેન હવેથી ઓળખાશે વોડેયાર એક્સપ્રેસ
ટીપુ એક્સપ્રેસ ટ્રેન હવેથી ઓળખાશે વોડેયાર એક્સપ્રેસ

By

Published : Oct 8, 2022, 7:37 PM IST

Updated : Oct 22, 2022, 9:30 AM IST

મૈસૂર (કર્ણાટક): બેંગ્લોર-મૈસુર વચ્ચે ચાલતી ટીપુ એક્સપ્રેસ(Tipu Express) ટ્રેનનું નામ બદલી દેવામાં આવ્યું છે.(Tipu Express will be identify as Wodeyar Express) રેલ્વે વિભાગે શુક્રવારે તેનું નામ બદલીને વોડેયાર એક્સપ્રેસ કરવાનો આદેશ કર્યો છે. તલાગુપ્પા અને મૈસુર વચ્ચે ચાલતી ટ્રેનનું નામ બદલીને કુવેમ્પુ એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. રેલવે બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કુમારે આ બંને ટ્રેનોના નામ બદલવાનો આદેશ જારી કર્યો છે.

સાંસદ પ્રતાપ સિમ્હા એ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, "ટીપુ એક્સપ્રેસને બદલે 'વોડેયાર એક્સપ્રેસ' તમને સેવા આપશે!! તેમણે કહ્યું કે મૈસુર-તલગુપ્પા ટ્રેન 'કુવેમ્પુ એક્સપ્રેસ' હશે". (Wodeyar Express ) પ્રતાપ સિમ્હાએ ટ્વિટર પર કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો તેમની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં લેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રયાસ પાછળ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનો પણ આભાર માન્યો હતો.

Last Updated : Oct 22, 2022, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details