ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Threat to Rakesh Tikait: ખેડૂત નેતા રાકેશ ટિકૈતને ફરીથી મળી ધમકી, કર્ણાટક જશે તો આકરા પરિણામ ભોગવવા પડશે - ભારતીય કિસાન યુનિયન

મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતને ધમકી આપવામાં આવી છે. રાકેશ ટિકેત કર્ણાટક જશે તો તેમને આકરા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી અપાઈ છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

રાકેશ ટિકેતને મળી ફરીવાર ધમકી
રાકેશ ટિકેતને મળી ફરીવાર ધમકી

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 7:58 PM IST

મુઝફ્ફરનગરઃ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેત પર આફત આવી પડી છે. મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા ટિકેતને ધમકી આપવામાં આવી છે. એક ફેક મોબાઈલ નંબર પરથી તેમને ધમકી આપવામાં આવી છે. આ ધમકીમાં આરોપી તેમણે કર્ણાટકમાં ન આવવાનું જણાવે છે. જો કર્ણાટકમાં ટિકેત જશે તો તેમણે આકરા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આ સંદર્ભે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કેસ નોંધવામાં આવ્યોઃ ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરનગરમાં નવી મંડીના ક્લ્યાણપુરી નિવાસી ભાકિયુ કાર્યકર્તા ધીરેન્દ્ર જાવલા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. 28 ઓગસ્ટે ચૌધરી રાકેશ ટિકેતને કોઈ અજાણી વ્યક્તિએ ફોન પર ધમકી આપી હતી. ટિકેતને કર્ણાટક ન આવવા માટે ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે વ્હોટ્સએપ પર પણ ધમકી આપી છે. પોલીસે ધમકી આવી છે તે નંબર નોંધીને ફરિયાદ દાખલ કરી છે. ખેડૂત નેતા રાકેશ ટિકેતને અગાઉ પણ અનેકવાર ધમકી મળી ચૂકી છે.

આ મામલે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સર્વેલન્સ ટીમે કાર્યવાહી હાથ ધરી છે. સત્વરે આરોપીને ઝડપી લેવામાં આવશે...આયુષ વિક્રમ સિંહ(એસપી, મુઝફ્ફરનગર)

અગાઉ મળી હતી ધમકીઃ આ વર્ષે પાંચ મેના રોજ રાકેશ ટિકેતને મૃત્યુની ધમકી આપવામાં આવી હતી. આ મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હરિયાણાના પાણીપતના કુશ રાણાનું નામ સામે આવ્યું હતું. તેના પહેલા દસ માર્ચે ભાકિયુ અધ્યક્ષ નરેશ ટિકેતના દીકરા ગૈરવ ટિકેતને મોબાઈલ પર સમગ્ર પરિવારને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મામલે ભૌરાકલા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો.

  1. Tikait rejects Akhilesh Yadav's offer to contest elections
  2. Farm Law Repeal: Modi govt targeting upcoming UP polls, says Tikait

ABOUT THE AUTHOR

...view details