ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Threat to kill Yogi Adityanath: 'ઓવૈસી મહોરું છે, યોગી આદિત્યનાથ છે અસલી નિશાન', જાણો કોણે આપી હતી CMને મારી નાખવાની ધમકી? - ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022

ટ્વિટર હેન્ડલ પર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની હત્યાની ધમકીના સમાચાર (Threat to kill Yogi Adityanath) સામે આવ્યા છે. આ ધમકી લેડી ડનના ટ્વિટર હેન્ડલ (Threat received from Lady Done Twitter handle) પરથી મળી છે. જોકે, હાલ હાપુર પોલીસે આ મામલામાં FIR નોંધી છે.

Threat to kill Yogi Adityanath: 'ઓવૈસી મહોરું છે, યોગી આદિત્યનાથ છે અસલી નિશાન', જાણો કોણે આપી હતી CMને મારી નાખવાની ધમકી?
Threat to kill Yogi Adityanath: 'ઓવૈસી મહોરું છે, યોગી આદિત્યનાથ છે અસલી નિશાન', જાણો કોણે આપી હતી CMને મારી નાખવાની ધમકી?

By

Published : Feb 7, 2022, 3:55 PM IST

હાપુડઃ ભાજપના ઘણા પ્રખ્યાત ચહેરા દુશ્મનોના નિશાના પર છે, ત્યારે આ લિસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું નામ પણ જોડવામાં આવ્યું છે. ટ્વિટર હેન્ડલ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકીના સમાચાર સામે આવ્યા છે. લેડી ડન નામના ટ્વિટર હેન્ડલ પરથી આ ધમકી આપવામાં (Threat received from Lady Done Twitter handle) આવી છે. આ સમાચાર સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હાલ હાપુર પોલીસે આ મામલે FIR નોંધી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) પહેલા આ ધમકી હોવાથી રાજ્યમાં ખળભળાટ મચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details