ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી, યુપીના સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી - undefined

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ટ્વિટરના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ મુદ્દાને ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુપીના ડીસીપી આ અંગે મુદ્દે તપાસ કરી રહ્યાં છે.

યુપીના સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
યુપીના સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

By

Published : Nov 7, 2021, 9:09 PM IST

  • પીએમ મોદી - યુપીના સીએમ યોગીને મારી નાંખવાની ધમકી
  • સોશિયલ મીડિયામાં આપવામાં આવી ધમકી
  • યુપી પોલીસે શરૂ કરી તપાસ

ન્યૂઝ ડેસ્ક: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બે દિવસ પહેલા ટ્વિરના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. દીપક શર્મા નામથી ટ્વિટર એકાઉન્ટ બનાવીને આ ધમકી આપવામાં આવી હતી. આ ટ્વિટ સામે આવતા પોલીસ અધિકારીઓ ચિંતાનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. આ કેસ યુપીના ડીસીપી અપરાધ પીકે તિવારીને સોંપવામાં આવ્યો છે. જો કે બે દિવસ વિતવા છતાં આ કેસમાં કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી.

ફોન કરીને પણ આપી હતી ધમકી

આ અંગે ડીસીપીએ પણ જણાવ્યું હતું કે ધનતેરસના દિવસે ડાયલ 112 પર દીપક નામના વ્યક્તિએ ફોન કરીને પીએમ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. આ જ નામથી એક ટ્વિટ એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું જેમાંથી પણ ધમકી ભર્યું ટ્વિટ કરવામાં આવ્યું છે. ધમકી આપવા ઉપરાંત પણ કેટલીક આપત્તિજનક ટિપ્પણી પણ આ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી છે. જો કે આ એકાઉન્ટ ફેઇક હોવાની પણ પ્રબળ શક્યતા છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details