ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Income Tax Dept Alert: આ કામ 31 માર્ચ સુધીમાં કરવું પડશે, નહીં તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે - પાનકાર્ડ માહિતી

આવકવેરા વિભાગે મંગળવારે પાન કાર્ડને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જો તમે 31 માર્ચ, 2023 પહેલા તમારા પાન કાર્ડને તમારા આધાર સાથે લિંક નહીં કરો તો તે નિષ્ક્રિય થઈ જશે.

Income Tax Dept Alert:  આ કામ 31 માર્ચ સુધીમાં કરવું પડશે, નહીં તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Income Tax Dept Alert: આ કામ 31 માર્ચ સુધીમાં કરવું પડશે, નહીં તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે

By

Published : Jan 19, 2023, 3:49 PM IST

નવી દિલ્હી: આજના સમયમાં દરેક જગ્યાએ પાન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે. જેને લઇને જેટલું આધાર કાર્ડ મહત્વ રાખે એટલું જ પાન કાર્ડ પણ રાખે છે. જેને લઇને તમારી પાસે ચોંક્કસ આ બન્ને વસ્તુઓ હોવી જરૂરી છે. જેને લઇને આવકવેરા વિભાગે મંગળવારે પાન કાર્ડને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમણે ટ્વિટર પર માહિતી આપી છે. અને લોકોને એલર્ટ કર્યા છે. જેમાં જણાવામાં આવ્યું હતું કે જો તમે 31 માર્ચ, 2023 પહેલા તમારા પાન કાર્ડને તમારા આધાર સાથે લિંક નહીં કરો તો તે નિષ્ક્રિય થઈ જશે.

SMS દ્વારા પણ PAN લિંક:તમે SMS દ્વારા પણ તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો. આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 567678 અથવા 56161 પર SMS મોકલવાનો રહેશે. SMSનું ફોર્મેટ UIDPAN<space><12 અંકનું આધાર કાર્ડ>space><10 અંકનું PAN> હશે.આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ અને જન્મતારીખ એક જ હોય, તો તમારું PAN આધાર સાથે લિંક થઈ જશે.

આ પણ વાંચો ભૂલથી પણ બે પાન કાર્ડ બની ગયા હોય તો ચેતી જજો

ટ્વીટ કરીને એલર્ટ:આવકવેરા વિભાગે મંગળવારે તેના સત્તાવાર ટ્વિટર પર માહિતી આપી હતી. જેમા જણાવામાં આવ્યું હતું કે PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત અને જો તમે નથી કરાવ્યું તો તમારૂ PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તારીખ 31 માર્ચ, 2023 પહેલા તેમના PANને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. નહિંતર તારીખ 1 એપ્રિલ, 2023 થી, તમારું પાન કાર્ડ બંધ થઈ જશે.

આ પણ વાંચો 7માં મહિનાના આ 7 મોટા ફેરફાર તમારા માટે જાણવા જરૂરી, નહીં તો...

વેબસાઈટની મુલાકાત:PAN ને આધાર સાથે લિંક કરવા માટે સૌપ્રથમ ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જવુ પડશે. જેમાં તમારે વેબસાઈટ 'ઈ-ફાઈલિંગ' વિભાગની મુલાકાત લેવી પડશે. આ પછી તમારે 'ક્વિક લિંક્સ'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તમારે 'લિંક આધાર'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તમારે PAN, આધાર નંબર અને તમારું નામ દાખલ કરવું પડશે. આ કર્યા પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે. આ દાખલ કર્યા પછી, આધાર અને PAN લિંક થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details