ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતના વિવાદાસ્પદ નિવેદન પર જયા બચ્ચનનો વળતો જવાબ, કહ્યું, "વિચારીને વાત કરે...." - નવી દિલ્હીના સમાચાર

અભનેત્રી અને રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતના વિવાદાસ્પદ નિવેદન પક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોઇ પણ મુખ્યપ્રધાન દ્વારા આવા પ્રકારના નિવેદનો આપવા યોગ્ય નથી.ઉચ્ચ હોદ્દાઓ પર બેઠલા લોકોને વિચારીને જે-તે બાબત અંગે પોતાનું નિવેદન આપવું જોઇએ.

જયા બચ્ચન
જયા બચ્ચન

By

Published : Mar 19, 2021, 10:38 AM IST

  • મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતનું વિવાદાસ્પદ નિવેદન
  • અભિનેત્રી જયા બચ્ચનનો વળતો જવાબ
  • ફાટેલા જીન્સ પર મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતનું નિવેદન

નવી દિલ્હી : ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદમાં ફસાયા છે. તેમણે મહિલાઓના પહેરવેશ પર એવું નિવેદન આપ્યું છે કે જેનાથી વિવાદ ઉભો થઇ ગયો છે.જે બાદ તેમણે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રતિક્રિયાઓ મળી રહી છે. દોહિત્રી નવ્યા નવેલી નંદા બાદ અમિતાભ બચ્ચનના પત્ની, અભિનેત્રી અને સાસંદ જયા બચ્ચને પણ તેમના નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે.

જયા બચ્ચનની પ્રતિક્રિયા

જયાએ કહ્યું કે, મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવેલા આ પ્રકારના નિવેદનો શોભા નથી આપતા.ઉચ્ચ હોદ્દાઓ પર જે લોકો બેઠા છે તેમણે વિચારીને જાહેર નિવેદનો આપવા જોઇએ.આજના સમયમાં આવી વાતો કેવી રીતે કરી શકાય તમે જણાવશો કે કોણ કલ્ચર્ડ છે અને કોણ કપડાના આધાર પર કલ્ચર્ડ નથી.આ મહિલાઓના વિરૂદ્ધ ખરાબ માનસિકતા દર્શાવે છે અને તેમના વિરૂદ્ધ અપરાધ કરવાને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનની પૌત્રીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાનને માનસિકતા બદલવા આપી સલાહ

જાણો સમગ્ર મામલો

દેહરાદૂનમાં આયોજીત એક સમારોહમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતે કહ્યું કે રિપ્ડ (ફાટેલી) જીન્સ આપણા સમાજના રીત રીવાજ તોડવાને પ્રોત્સાહન આપી રહી છે.તીરથ સિંહના આ નિવેદન બાદ મહિલાઓમાં ખુબ જ ગુસ્સો છે.જે બાદ છોકરીઓ ફાટેલી જીન્સ પહેરીને પોતાના ફોટો પડાવી રહી છે અને સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા આવી હતી. નવ્યાએ મુખ્યપ્રધાનના આ નિવેદનને તદ્દન ખોટું ગણાવ્યું હતું.તેણે કહ્યું કે, "અમારા કપડાઓ અંગે નિવેદન આપવાની જગ્યાએ તમે તમારી માનસિકતા બદલો. હું તો ફાટેલી જિન્સ પહેરીશ અને ગર્વથી પહેરીશ."

જાણો શું કહ્યું હતું તીરથ સિંહ રાવતે

તીરથ સિંહ રાવત મંગળવારે દહેરાદૂનમાં બાળ અધિકાર સંરક્ષણ પંચ તરફથી આયોજિત રાષ્ટ્રીય સ્તરીય કાર્યશાળામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે કાર્યશાળાના ઉદ્ધાટન બાદ કહ્યું કે, રિપ્ડ જીન્સ આપણા સમાજને તોડવાનો માર્ગ બનાવી રહી છે, આનાથી આપણે બાળકોને એવા ઉદાહરણો આપી રહ્યા છે કે જેથી તેઓ નશા કરવાના પદાર્થોના સેવન તરફ લઇ જાય છે.મુખ્યપ્રધાને કહ્યું કે, એક NGO ચલાવનાર મહિલાને રિપ્ડ જીન્સમાં જોઇ મને આશ્ચર્ય થયો. તેમણે કહ્યું કે, "જો આ રીતે મહિલાઓ સમાજમાં લોકો સાથે મળવા અને લોકોની સમસ્યાઓના નિવારણ માટે જશે, તો સમાજને શું સંદેશ મળશે? આ બધાની શરૂઆત ઘરેથી થાય છે.જે પણ આપણે કરીએ છીએ તે જ આપણા બાળકો પણ શીખે છે.બાળકોને જો ઘરમાં સાચી સંસ્કૃતિ જણાવામાં આવે તો બાળક કેટલો પણ આધુનિક હોય તે જીવનમાં ક્યારે પણ નિષફળ નથી થાય."

આ પણ વાંચો :ઉત્તરાખંડના નવા મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત

ABOUT THE AUTHOR

...view details