કેરળ:મંજેશ્વર કાસરગોડ જિલ્લામાં સબ-ડિસ્ટ્રિક્ટ સ્કૂલ સાયન્સ ફેસ્ટ દરમિયાન અકસ્માત થયો હતો. અહીં કાર્યક્રમ દરમિયાન એક મોટો ટેન્ટ (A big tent) ધરાશાયી થયો, જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત 30 લોકો ઘાયલ (Thirty students were injured )થયા.
ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળા દરમિયાન મોટો ટેન્ટ ધરાશાયી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત 30 લોકો ઘાયલ - ત 30 લોકો ઘાયલ
મંજેશ્વર કાસરગોડ જિલ્લામાં સબ-ડિસ્ટ્રિક્ટ સ્કૂલમાં વિજ્ઞાન મેળા દરમિયાન અકસ્માત થયો હતો. અહીં કાર્યક્રમ દરમિયાન એક મોટો ટેન્ટ (A big tent) ધરાશાયી થયો, જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત 30 લોકો ઘાયલ(Thirty students were injured) થયા.
શું હતી ઘટના: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આ અકસ્માત થયો હતો. ગંભીર રીતે ઘાયલ બે બાળકો અને એક શિક્ષકને મેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે બપોરે 2 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. વિજ્ઞાન મેળો પૂરો થવાનો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અકસ્માતનું કારણ મોટો ટેન્ટના બાંધકામમાં ખામી હોવાનું કહેવાય છે. બીજી તરફ પરિવાર આ મામલે તપાસ કરવા માંગે છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે મોટો ટેન્ટની બહાર ઘણા બાળકો હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.