- 6થી 8 સપ્તાહ બાદ આવે તેવી શક્યતા - AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા
- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વિશિષ્ટ લોકડાઉન લાગૂ કરવાની જરૂરિયાત
- કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona )માં બાળકો વધુ પ્રભાવિત થશે તેવા કોઇ પુરાવા નહીં
નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (All India Institute of Medical Sciences)ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારના રોજ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરવામાં નહીં આવે અને વધુ ભીડ એકઠી થતી અટકાવવામાં નહીં આવે તો આગામી છથી 8 અઠવાડિયામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona ) આવી શકે છે. AIIMS ડાયરેક્ટર રણદિપ ગુલેરિયા(Randeep Guleria)એ જણાવ્યું હતું કે, દેશની મોટી આબાદીને કોરોના રસી ન અપાય ત્યાં સુધી કોરોના ગાઇડલાઇનનું પાલન સખત કરવું જરૂરી છે. કોરોના પોઝિટિવ કેસમાં મોટા પ્રમાણમાં વધારો થવાના કિસ્સામાં કડક નિયંત્રણ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વિશિષ્ટ લોકડાઉન લાગૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
કોરોનાની ત્રીજી લહેર આવશે અને જે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થાય તેવી સંભાવના
AIIMS ડાયરેક્ટર રણદિપ ગુલેરિયા(Randeep Guleria)એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona )માં બાળકો વધુ પ્રભાવિત થશે. આ અગાઉ ભારતમાં રોગશાસ્ત્રીઓએ સંકેત આપ્યો હતો કે, કોરોનાની ત્રીજી લહેર આવશે અને જે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થાય તેવી સંભાવના છે.
કોરોનાની બીજી લહેરની અસર ભારતમાં ખરાબ રીતે થઇ હતી
એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેરની અસર ભારતમાં ખરાબ રીતે થઇ હતી. જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવતા હતા અને વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયના અભાવે કટોકટી વધી હતી. જો કે, હવે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને કોરોના સંક્રમણનો દર પણ છેલ્લા ઘણા દિવસોથી ઘટી રહ્યો છે. કોરોના સંક્રમણના રોજનાં કેસ જે વધીને ચાર લાખ થઈ ગયાં છે, તે હવે ઘટીને 60,000ની આસપાસ આવી ગયા છે.
કોરોના સંક્રમણને રોકવા માટે આક્રમક રીતે કામ કરવાની જરૂરિયાત
AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા(Randeep Guleria)એ જણાવ્યું કે, જો કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં કરવામાં આવે, તો કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona ) 6થી 8 અઠવાડિયામાં જ આવી શકે છે. જ્યાં સુધી 100 ટકા રસીકરણ ન થઇ જાય ત્યા સુધી આપણે કોરોના સંક્રમણને રોકવા માટે આક્રમક રીતે કામ કરવાની જરૂરિયાત છે.