- દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઠરાવ પસાર થયો
- રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માગ
- દિલ્હી અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસમાં ઠરાવ પહેલાથી જ પસાર
નવી દિલ્હીઃ રાહુલ ગાંધીને ફરી એક વાર કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાના અભિયાન અંતર્ગત યુથ કોંગ્રેસે દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ઠરાવ પસાર કર્યો છે. કેટલાક અઠવાડિયા પહેલા જ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ આવો જ ઠરાવ પસાર કરી ચૂકી છે.
આ પણ વાંચોઃરાહુલે જ્યોતિરાદિત્ય સિંધિયા અંગે મૌન તોડ્યું, કોંગ્રેસમાં જ બની શકતા હતા CM
યુથ કોંગ્રેસ રાહુલ ગાંધી સાથે ઊભું છે
યુથ કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પસાર થયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, દેશની વર્તમાન પરિસ્થિતિમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા જોઈએ. આ ઉપરાંત યુથ કોંગ્રેસ પોતાના નેતા રાહુલ ગાંધીની સાથે મજબૂતીથી ઊભા છે. અમને વિશ્વાસ છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સંગઠન મજબૂત થશે. તેમની નિમણૂકથઈ દેશભરના કાર્યકર્તાઓને ઊર્જા મળશે.