- પશ્ચિમ બંગાળમાં દીવા તળે અંધારુ જેવો ઘાટ સર્જાયો
- પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત અંગે સર્જાયો વિવાદ
- જાહેરાતમાં જોવા મળતી મહિલા રહે છે ભાડાના મકાનમાં
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમોશન માટે એક જાહેરાત તૈયાર કરવામાં આવી છે, જેમાં એક મહિલા દર્શાવવામાં આવી છે, પરંતુ જ્યારે આ મહિલાને જાહેરાત અંગે જણાવવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેમને તો આ અંગેની તો તેમને જાણ પણ નથી. તેઓ આજે ભાડાના મકાનમાં રહે છે. થોડા દિવસ પહેલા જ ઘણા સમાચારપત્રોમાં પહેલા પાના પર આ જાહેરાત છાપવામાં આવી હતી.