- આઝાદીની લડાઈમાં ઓરિસ્સાના આદિવાસીઓનું મહત્વનું યોગદાન
- કોરાપુટ જિલ્લાના આદિવાસી લોકોએ અંગ્રેજો સામે આપી હતી લડત
- ભારત છોડો ચળવળમાં કોરાપુટનો નોંધપાત્ર ફાળો
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી (75 years of independence) કરી રહ્યો છે, ત્યારે આઝાદીની લડતમાં ઓરિસ્સા (Odisha)ના હજારો આદિવાસીઓ (Tribes)નું યોગદાન સ્વીકારવા યોગ્ય છે. 1942માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi)એ બ્રિટિશ સરકાર (British Government)ના 200 વર્ષના શાસનનો અંત લાવવા માટે 'ભારત છોડો ચળવળ'નું એલાન કર્યું હતું. ઓરિસ્સાના અવિભાજિત કોરાપુટ જિલ્લાના આદિવાસી લોકોએ અંગ્રેજો સામે તેમની લડાઈ ચાલું રાખી. શહીદ લક્ષ્મણ નાયકની આગેવાની હેઠળ મથિલી પોલીસ સ્ટેશન પરનો હુમલો, ગુનુપુર નજીક આદિવાસી બળવો અને પાપડાહાંડીમાં થુરી નદીના કિનારે સેંકડો આદિવાસીઓનું બલિદાન અંગ્રેજોને સખત સંદેશ હતો. "1942માં ભારત છોડો ચળવળમાં કોરાપુટનો ફાળો એટલો નોંધપાત્ર હતો કે તે અપ્રતિમ છે"
દેશ માટે શહીદ થનારા અનેક લોકોના નામ ઇતિહાસમાંથી ગાયબ
સેંકડો આદિવાસીઓના પ્રયત્નો અને બલિદાનને કારણે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ શક્ય બન્યો હોવા છતાં, જેલમાં ગયેલા અથવા અંગ્રેજો દ્વારા ફાંસી પર લટકાવવામાં આવેલા માત્ર થોડાક જ લોકોને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો. શહીદ લક્ષ્મણ નાયકને દરેક વ્યક્તિ જાણે છે, જ્યારે અન્ય લોકોના નામ ઈતિહાસના પાનામાંથી ગાયબ થઈ ગયા છે.
ગુમનામ શહીદો સાથે અન્યાય, શહીદોના પરિવારને પણ કોઇ ઓળખતું નથી
"શહીદ લક્ષ્મણ નાયક વિશે દરેક જણ જાણતા હતા, પરંતુ મથિલીના લોકો પણ એ જણાવી શકશે નહીં કે બ્રિટિશ પોલીસ દ્વારા મથિલી ગોળીબારમાં અન્ય કયા લોકો માર્યા ગયા હતા. આ કોઇએ ધ્યાને ન લીધા હોય તેવા અજાણ્યા શહીદો સાથે મોટો અન્યાય છે. આ વર્ષે જ્યારે આપણે 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીના શહીદોના પરિવારના સભ્યોને ઓળખ મળવી જોઈએ."