ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અફઘાનિસ્તાનમાં જુમ્માની નમાઝ પછી તાલિબાન આજે સરકારની જાહેરાત કરશે

અફઘાનિસ્તાનમાંથી જ્યારે અમેરિકી સેના પરત જઈ રહી હતી ત્યારે તાલિબાનીઓએ ખુશીથી હવામાં ફાયરિંગ કર્યું હતું. અફઘાનિસ્તાનની બગડતી સ્થિતિ વચ્ચે તાલિબાન હવે એક એવા રાષ્ટ્ર પર શાસન કરવાની આશા કરી રહ્યું છે, જે ખૂબ જ વધુ આંતરરાષ્ટ્રીય સહાયતા પર નિર્ભર છે. જુમ્માની નમાઝ પછી કાલે તાલિબાન સરકારની જાહેરાત કરશે. તો આવો જાણીએ કોણ હશે સુપ્રીમ લીડર અને કોણ હશે વડાપ્રધાન?

અફઘાનિસ્તાનમાં જુમ્માની નમાઝ પછી તાલિબાન આજે સરકારની જાહેરાત કરશે
અફઘાનિસ્તાનમાં જુમ્માની નમાઝ પછી તાલિબાન આજે સરકારની જાહેરાત કરશે

By

Published : Sep 3, 2021, 11:10 AM IST

  • આજે જુમ્માની નમાઝ પછી તાલિબાન સરકારની જાહેરાત કરશે
  • અમેરિકી સેના પરત ફરી રહી હતી ત્યારે તાલિબાનીઓએ ખુશીમાં હવામાં કર્યું હતું ફાયરિંગ
  • અફઘાનિસ્તાનની બગડતી સ્થિતિ વચ્ચે તાલિબાન સરકાર બનાવશે

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી હવે તાલિબાન આજે (શુક્રવારે) નવી સરકારની જાહેરાત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, તાલિબાન તરફથી નવી સરકારની જાહેરાત જુમ્માની નમાઝ પછી કરાશે. આપને જણાવી દઈએ કે, 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યા પછી તાલિબાને અફઘાનિસ્તાનને પોતાના કબજામાં લીધું હતું. હવે અફઘાનિસ્તાન પર સંપૂર્ણપણે તાલિબાનનો કબજો છે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાન છોડ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું દેશને સંબોધન, કહ્યું- દેશ છોડ્યો પણ દેશના લોકોની હંમેશા મદદ કરીશું

અફઘાનિસ્તાન આંતરરાષ્ટ્રીય સહાયતા પર આધારિત દેશ છે

જ્યારે અમેરિકી સેના તાલિબાનથી પરત જઈ રહી હતી. ત્યારે તાલિબાનીઓએ ખુશીમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. અફઘાનિસ્તાન એવો દેશ છે, જે આંતરરાષ્ટ્રીય સહાયતા પર નિર્ભર છે. તેવામાં જોવું એ રહ્યું કે, તાલિબાન કઈ રીતે પોતાના પગલાંને આગળ વધારે છે.

આ પણ વાંચો-જાણો તે અમેરિકન સૈનિક વિશે જેણે છેલ્લે અફઘાનિસ્તાન છોડ્યું

અફઘાનના સુપ્રીમ લીડરનું નામ જાહેર!

અફઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાન નેતા હિબતુલ્લાહ અખુંદજાદા આ સરકારના સુપ્રીમ હશે અને વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ તેમના આદેશ હેઠળ જ કામ કરશે. ટોલો ન્યૂઝના રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનના કલ્ચરલ કમિશનના સબ્ય અનમુલ્લાહ સમનગનીએ તેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, નવી સરકાર પર વિચાર-વિમર્શની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને કેબિનેટ અંગે જરૂરી નિર્ણય પણ લેવામાં આવ્યા છે. અમે જે ઈસ્લામી સરકારની જાહેરાત કરીશું. તે લોકો માટે ઉદાહરણ હશે. અખુંદજાદાના નેતૃત્વમાં સરકાર બનવા અંગે કોઈ શંકા નથી. તે સરકારના વડા હશે અને તેના પર કોઈ સવાલ જ ન કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details