- કોરોનાના કેસમાં વધારો થતા ફરી એકવાર તાજમહેલ બંધ
- આગ્રાના તમામ સ્મારકો 15 મે સુધી બંધ રાખવામાં આવશે
- કોરોનાના કેસોમાં વધારો થતા પર્યટકોમાં ઘટાડો
આગ્રા: કોરોનાને કારણે ફરી એકવાર તાજમહેલ સાથે દેશભરના તમામ ASI સ્મારકો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલે ગુરુવારે મોડી સાંજે આ અંગે એક ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે કોરોનાના વધતા જતા રોગચાળાને કારણે ASIના તમામ સંરક્ષિત સ્મારકો 15 મે સુધી બંધ રહેશે. આગ્રા સર્કલના ASIના અધિક્ષક પુરાતત્ત્વવિદંત વસંતકુમાર સ્વર્ણકરે જણાવ્યું હતું કે, વિભાગની સૂચના બાદ તાજમહેલ, આગ્રા કિલ્લો સહિત આગ્રા સર્કલના તમામ સ્મારકો 15 મે સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં જ પર્યટન જગતમાં ખળભળાટ મચી ગયો છે.
188 દિવસ માટે બંધ
2020માં, જ્યારે કોરોનાનું સંક્રમણ વધ્યું હતુ ત્યારે, 17 માર્ચે, તાજમહેલ, આગ્રા કિલ્લો સહિત, દેશભરમાં તમામ ASI સંરક્ષિત સ્મારકો અચાનક બંધ થઈ ગયા હતા. જો કે, જુલાઈમાં કોરોના ચેપનું સંક્રમણ ઓછુ થતા, ASIએ ધીમે ધીમે પ્રવાસીઓ માટેનાં સ્મારકો 'અનલોક' કર્યા હતા. પરંતુ તાજમહેલ અને આગ્રા કિલ્લો 21 સપ્ટેમ્બર 2020ના રોજ કેપીંગ સિસ્ટમ, કોરોના પ્રોટોકોલ અને SOP સાથે 188 દિવસ પછી 'અનલોક' કરવામાં આવ્યો હતો. SOP હેઠળ પ્રવાસીઓને માસ્ક લગાવવાનું ફરજિયાત હતું. ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધીરે ધીરે, પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાને કારણે,તાજમહેલમાં ફરી એકવાર રોનક જોવા મળી હતી.
આ પણ વાંચો : ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ 2020ના ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં પોરબંદર અસમાવતી રિવરફ્રન્ટ કમિટિ રનર્સઅપ રહી