ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશના રાજ્યપ્રધાન મોબાઇલ પર વાત કરવા 50 ફૂટ ઉંચા હીંચકા પર ચઢ્યા - Mahayagna

ડિજિટલ ઇંડિયાને વેગ આપનારા ભાજપ શાશિત મધ્ય પ્રદેશમાં આજે તેમના જ પ્રધાને ડિજિટલ ભારતની પોલ ખોલી દીધી. કેમકે, પોતાના ગામ સુરેલથી 4 કિલોમીટર દૂર આમખોમાં મહાયજ્ઞમાં યજમાન બનેલા પ્રધાન બૃજેન્દ્ર સિંહે ફોન ઉપર વાત કરવા માટે 50 ફૂટ ઉંચા હીંચકા પર ચડવુ પડ્યું હતું. કારણ કે, આમખોમાં કોઇ પણ કંપનીનું નેટવર્ક નથી આવતુ.

રાજ્યપ્રધાન વાત કરવા50 ફૂટ ઉંચા હીંચકા પર ચડ્યા
રાજ્યપ્રધાન વાત કરવા50 ફૂટ ઉંચા હીંચકા પર ચડ્યા

By

Published : Feb 22, 2021, 5:48 PM IST

  • રાજ્યપ્રધાન બ્રિજેન્દ્ર યાદવના ગામની પાસે આમખોમાં એક કથાનું આયોજન
  • ગામમાં કોઇ પણ કંપનીનું નેટવર્ક નથી આવતુ
  • 50 ફૂટ ઉંચા હીંચકા પર ચડવુ પડ્યું હતુ

અશોકનગર :એક બાજુ મોદી સરકાર અને મધ્યપ્રદેશમાં શિવરાજ સરકાર વિકાસના મોટા-મોટા વાયદાઓ કરવામાં કોઇ ખામી નથી રાખી. ત્યાં જ મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની પ્રગતિની સાબિતી તેમના પ્રધાન આપી રહ્યા છે. જેમને તેમના જ ગામમાં મોબાઇલ ઉપર વાત કરવા 50 ફુટ ઉપર જઇને મોબાઇલનું સિગ્નલ મળે છે. ત્યારે જઇને એ ક્યાંક મોબાઇલ પર વાત કરી શકે છે.

રાજ્યપ્રધાન વાત કરવા50 ફૂટ ઉંચા હીંચકા પર ચડ્યા

બ્રિજેન્દ્ર યાદવ વાત કરવા 50 ફૂટ ઉંચા હીંચકા પર જતા

જોકે, બીજેપીના રાજ્યપ્રધાન બ્રિજેન્દ્ર યાદવના ગામની પાસે આમખોમાં એક કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ગામમાં એ હાલત છે કે, મોબાઇલમાં સિગ્નલન નથી આવતુ અને પ્રધાન કથામાં યજમાન હતા. તેમને 9 દિવસ ત્યાં રોકાવવું પડ્યું અને તેમને મોબાઇલ પર વાત કરવા પાસે લાગેલા એક હીંચકો જેની ઉંચાઇ 50 ફૂટ છે ત્યાં જવું પડતુ હતું. જેની પર બેસીને તે પોતાના મોબાઇલથી લોકો અને અધિકારીયોં જોડે વાત કરી શકતા. જ્યારે બીજેપી સરકારના રાજ્ય પ્રધાનના આ હાલત છે તો મધ્યપ્રદેશમાં 15 વર્ષથી વિકાસની વાર્તા સમજી શકાય.

ABOUT THE AUTHOR

...view details