ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુખ્યપ્રધાન ચન્ની અને સિદ્ધુ વચ્ચેની બેઠક પૂર્ણ, થઈ શકે છે મોટી જાહેરાત - સિદ્ધુ-ચન્નીની મુલાકાત

પંજાબ કોંગ્રેસ (Punjab Congress )માં થોડા સમયથી ચાલી રહેલા રાજક્ય ઘમાસાણ બાદ આજે મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની (CM Charanjit Singh Channi) અને નવજોત સિંહ સિદ્ધુએ બેઠક કરી હતી. આ બેઠક બાદ ચન્ની અને સિદ્ધુ(Navjot Singh Sidhu) વચ્ચેની નારાજગી શાંત થાય તેવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

Navjot Singh Sidhu And CM Charanjit Singh Channi
Navjot Singh Sidhu And CM Charanjit Singh Channi

By

Published : Sep 30, 2021, 7:44 PM IST

  • નવજોત સિંહ સિદ્ધુએ મુખ્ય પ્રધાન ચન્ની સાથે કરી મુલાકાત
  • પંજાબ કોંગ્રેસના આંતરિક અટકળો પડી શકે છે શાંત
  • પંજાબના મુદ્દાઓ અંગે પણ લોકો પ્રત્યે પ્રતિબદ્ધ થયા

પંજાબ : પંજાબ કોંગ્રેસ (Punjab Congress )માં ચાલી રહેલા સંકટ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ગુરુવારે મુખ્યપ્રધાન ચરણજીત ચન્ની(CM Charanjit Singh Channi)ને મળવા ચંડીગઢ પહોંચ્યા હતા. સિદ્ધુએ ટ્વિટ કર્યું હતું કે, મુખ્યપ્રધાને મને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. આ માટે હું બપોરે 3 વાગે ચંદીગઢના પંજાબ ભવન પહોંચી રહ્યો છું. મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને સિદ્ધુ વચ્ચેની બેઠક બાદ મામલો શાંત પડી રહ્યો હોય તેવું સુત્રોના માધ્યમથી લાગી રહ્યું છે.

મુખ્યપ્રધાન ચન્નીએ સિદ્ધુ સાથે ફોન પર વાતચીત કરી

મુખ્યપ્રધાન ચન્નીએ આશા વ્યક્ત કરી છે કે, બુધવારે સિદ્ધુ સાથે ફોન પર વાતચીત કર્યા પછી બધું બરાબર થઈ જશે, પરંતુ ચન્ની અને સિદ્ધુ જે મુદ્દાઓ પર અડગ છે તે પંજાબના લોકોને પણ જવાબદાર છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, સિદ્ધુએ કલંકિત નેતાઓ અને કલંકિત અધિકારીઓ, ખાસ કરીને ડીજીપી અને એજીની નિમણૂક પર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમની જેમ હું પણ રેતી, દારૂ અને ડ્રગ માફિયાની વિરુદ્ધ છું.

પંજાબના મુદ્દાઓને લઈને લોકો માટે પ્રતિબદ્ધ

ચન્નીએ આ ઉપરંત કહ્યું હતું કે, હું પંજાબના મુદ્દાઓને લઈને પણ લોકો માટે પ્રતિબદ્ધ છું. મેં પહેલા જ દિવસે સ્પષ્ટ કરી દીધું હતું કે માફિયા લોકો મને કોઈ કામ માટે ન મળે. મારી પાસે જે પણ કાર્યકાળ છે, હું તેને લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે ખર્ચ કરીશ. પંજાબ મારા માટે અગ્રતા રહેશે અને હંમેશા રહેશે. જ્યાં સુધી રાજ્યના વડાઓના પ્રશ્નોની વાત છે, જો કોઈ પણ બાબતે પક્ષના નેતાઓની સર્વસંમતિ ન હોય તો આવા નિર્ણયો પણ ઉલટાવી શકાય છે. તેમની સરકારે લીધેલા નિર્ણયો પથ્થર ફેંકવાના નથી. જ્યારે પણ જરૂર પડશે ત્યારે આ બદલાશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details