- વડાપ્રધાને દેશવાસીઓને વેશાખી પૂર્ણિમાની શુભેચ્છા આપી
- વડાપ્રધાને બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે દેશવાસીઓની સંબોધન કર્યું
- કોરોનાએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છેઃ વડાપ્રધાન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે દેશવાસીઓનું સંબોધન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોવિડ મહામારી દાયકાઓમાં માનવતા માટે આવનારું સૌથી ખરાબ સંકટ છે, જેણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છે.
આ પણ વાંચો-વડાપ્રધાનને જાણ કરી છે, હવે ઇન્જેક્શનનો સ્ટોક આવી ગયો છે: સી.આર.પાટીલ
કોરોના સામેની લડાઈમાં વેક્સિનની ભૂમિકા મહત્વપૂર્ણઃ વડાપ્રધાન
બુદ્ધ પૂર્ણિમાના પ્રસંગ પર વેસાક વૈશ્વિક સમારોહને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત આ પડકારનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે અને આમાં વેક્સિનની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો-ડોકટર્સ સાથે વાત કરતા ભાવુક થયા વડાપ્રધાન મોદી, જૂઓ વીડિયો
કોરોના પછી પૃથ્વી પહેલા જેવી નહીં રહેઃ વડાપ્રધાન
વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોરોના પછી પૃથ્વી પહેલા જેવી નહીં રહે અને આપણે ઘટનાઓને આગામી સમયમાં કોરોનાથી પહેલા કે કોરોના પછીની ઘટના તરીકે યાદ કરશે. આ સાથે વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ મહામારી અંગે સારી સમજ વિકસીત થઈ ગઈ છે. આપણી પાસે વેક્સિન પણ ઉપલબ્ધ છે, જે લોકોનો જીવ બચાવવા અને મહામારીને હરાવવા માટે મહત્વપૂર્ણ છે. ભારતને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે.
જેમણે પણ કોરોનાના કારણે પોતાના પ્રિયજન ગુમાવ્યા હું તેમના દુઃખમાં શામેલઃ વડાપ્રધાન
વડાપ્રધાને આ મહામારીમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કહ્યું હતું કે, આ મહામારીમાં જેમણે પણ પોતાના પ્રિયજનને ગુમાવ્યા છે અન જેઓ પીડિત રહ્યા છે. હું તેમના દુઃખમાં શામેલ છું. જોકે, આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (IBC)ના સહયોગથી કરે છે. આમાં વિશ્વભરના બૌદ્ધ સંઘોના સર્વોચ્ચ પ્રમુખ શામેલ હોય છે. આ સમારોહને વિશ્વના 50થી વધારે પ્રમુખ બૌદ્ધ ધાર્મિક નેતા સંબોધિત કરશે