- એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદિપ શર્માની ફરી વાર અટકાયત
- NIA દ્વારા કરવામાં આવી રહી છે પૂછપરછ
- મનસુખ હિરેન હત્યા કેસમાં બીજી વાર અટકાયત
મુંબઈ: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મુંબઇના એન્ટિલિયા કેસમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કરી છે. આ કેસમાં તેનું નામ ભૂતપૂર્વ એપીઆઈ સચિન વાજે સાથે જોડવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે એનઆઈએની ટીમે તેના ઘરે દરોડા પાડ્યા હતા અને કલાકોની પૂછપરછ બાદ પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી.
એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટની પૂછપરછ
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્માને અગાઉ એન્ટિલિયા કેસની તપાસની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પ્રદીપ શર્મા પોલીસ અધિકારી સચિન વાજેના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સનસનાટીભર્યા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રીએ સચિન વાજેને 100 કરોડ રૂપિયા વસૂલવાનો લક્ષ્યાંક આપ્યો છે.
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ
નોંધપાત્ર વાત એ છે કે, આ કેસમાં મુંબઈ પોલીસના સસ્પેન્ડ કરેલા અધિકારીની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝને પ્રોડક્શન માટે મુંબઈની વિશેષ એનઆઈએ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મનસુખ હિરેન હત્યા મામલે NIAએ 800 CCTV ફૂટેજ તપાસ્યા, 40થી વધુ લોકોના નિવેદન લેવાયા