- અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા
- યુએસ જનરલ કેનેથ એફ. મેકેન્ઝીએ આ વાતની જાહેરાત કરી હતી
- અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના થયું
કાબુલ/નવી દિલ્હીઃ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના 20 વર્ષ સુધી રાખી હતી. જોકે, હવે આ સમયગાળો પૂર્ણ થયો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. હું પોતાના કમાન્ડર્સને અફઘાનિસ્તાથી ખતરનાક નિકાસી માટે ધન્યવાદ આપવા માગું છું. જે રીતે 31 ઓગસ્ટ સવારનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની એક્ઝિટ, જો બાઈડને કહ્યું- 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિનો અંત
અમેરિકાએ સૈન્ય મિશનની સમાપ્તિની જાહેરાત કરી
અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને સંપૂર્ણ રીતે કાઢી લીધા છે. યુએસ જનરલ કેનેથ એફ. મેન્કેઝીએ આ વાતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વાપસી પૂરા થવા અને અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાઢવા માટે સૈન્ય મિશનની સમાપ્તિની જાહેરાત કરીએ છીએ. જનરલે જણાવ્યું હતું કે, અંતિમ સી-17 વિમાનને હામિદ કરઝઈ એરપોર્ટથી 30 ઓગસ્ટે બપોરે 3.29 વાગ્યે રવાના કર્યું હતું.