- પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડવું ફરજીયાત
- લિંક કરવાની છેલ્લી તારીખ 30 સ્પટેમ્બર 2021
- ઘરે બેઠા લીંક કરી શકો છો પાનકાર્ડને આધાર સાથે
ન્યુઝ ડેસ્ક: ઈન્કમ ટેક્સ અને અન્ય જરૂરી કામકાજ માટે હવે આધાર કાર્ડ(Aadhar Card) હોવું ફરજિયાત છે. આધાર કાર્ડ માટેના નિયમો પણ સરકાર કડક બનાવી રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ(Income Tax Department)ના જણાવ્યા અનુસાર પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ, 2021 નક્કી કરી છે. જો આ તારીખ સુધી આધાર-પાન લિંક નહીં થયું નહી હોય તો પાનકાર્ડ સસપેન્ડ થઈ શકે છે. અગાઉ આ તારીખ 30 જુન, 2020 હતી, પરંતુ કોરોના મહામારીને પગલે આ તારીખ લંબાવીને 31મી માર્ચ, 2021 કરવામાં આવી હતી, પણ કોરોનાની બીજી લહેરના કારણે આ તારીખ ફરી એકવાર લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
સારી સુવિધા
અંતિમ સમયની ડેડલાઈન અને ઓનલાઈન પોર્ટલ પર લોડ વધતા ઈન્કમ ટેક્સ વિભાગે કરદાતાઓને એક અનોખી સરળ સુવિધા આપી છે. હવે પાનકાર્ડને SMS થકી પણ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.
આ પણ વાંચો :ભારતે તાલિબાન સાથે સાર્વજનિક સંબધ સ્થાપવા જોઈતા હતા: પૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહ