નવી દિલ્હી: રશિયન વિદેશી ગુપ્તચર એજન્સી SVR (russian foreign intelligence service svr)ના વડા સેર્ગેઈ નારીશ્કિને જણાવ્યું હતું કે, ચીન અને ભારતીય સમકક્ષો સાથેના તેમના સંબંધો (russian foreign intelligence service and china india) 'વિશેષ મૂલ્ય' ધરાવે છે. ગુપ્તચર એજન્સી SVRના 101 વર્ષ પૂર્ણ થવા પર રાજ્ય મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં સેર્ગેઈ નારીશ્કિને દાવો કર્યો હતો કે, તેમણે ચીન અને ભારતીય ગુપ્તચર એજન્સીઓ સાથે ત્રિપક્ષીય બેઠકો (trilateral meetings with Chinese and Indian intelligence agencies) કરી હતી અને આ બંને દેશો સાથેની વાતચીતનું 'વિશેષ મૂલ્ય' છે.
પશ્ચિમી દેશોના વર્ચસ્વને સંતુલિત કરવા માટે RIC પ્લેટફોર્મ
તેમણે ત્રિપક્ષીય બેઠકના ફોર્મેટને RIC ફોરમ (RIC Forum Russia India and China) ગણાવ્યું. રશિયન ઈન્ટેલિજન્સ ચીફ (chief of russian intelligence)નું કહેવું છે કે,રશિયા-ભારત-ચીને પશ્ચિમી દેશોના વર્ચસ્વને સંતુલિત કરવા માટે RIC પ્લેટફોર્મ શરૂ કર્યું છે. RICના વિદેશ પ્રધાનો પણ સમયાંતરે બેઠકો કરે છે. ઉલ્લેખનીય છે કે રશિયન ઈન્ટેલિજન્સ ચીફનું આ ચોંકાવનારું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાંભારત અમેરિકા (india america relations)ની નજીક જોવા મળી રહ્યું છે. આ સિવાય ચીન સાથે તેના સંબંધો પણ સામાન્ય નથી. એશિયાના 2 દિગ્ગજો ચીન અને ભારતે સરહદ પર ભારે લશ્કરી સાધનો (india china face off) ઉપરાંત 1,00000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે.
SVRના CIS અને SCO દેશોના ગુપ્તચર માળખા સાથે ગાઢ સંબંધો
પોતાના ઇન્ટરવ્યુમાં SVRના વડા સર્ગેઈ નારીશ્કિને યુએસ જાસૂસી એજન્સી (american intelligence agency) CIAને પણ એક ભાગીદાર ગણાવી. એવો પણ દાવો કર્યો છે કે રશિયન ગુપ્તચર એજન્સી આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામે લડવા માટે સ્થાનિક મુદ્દાઓ પર CIA સાથે માહિતી શેર કરે છે. નારીશ્કિને CIAના ડિરેક્ટર વિલિયમ જે. બર્ન્સની સાથે તાજેતરમાં થયેલી બેઠક વિશે જણાવ્યું. તેમનું કહેવું છે કે રશિયન જાસૂસી સંસ્થા SVRના CIS અને SCO દેશોના ગુપ્તચર માળખા સાથે ગાઢ સંબંધો છે.