- રાફેલની પાંચમી બેચ ભારતમાં પહોંચી
- વાયુસેનાએ ટ્વીટ કરી આપી જાણકારી
- 8 હજારનું અંતર કાપી વિમાન પહોંચ્યા ભારત
નવી દિલ્હી: વાયુસેનાએ બુધવારે જણાવ્યું હતું કે રાફેલ વિમાનની પાંચમી બેચ ફ્રાન્સથી આશરે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચી છે.વાયુસેનાએ ભારત પહોંચેલા વિમાનોની સંખ્યા આપી નથી, પરંતુ આ બાબત સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે નવી કન્સાઇનમેન્ટમાં ચાર વિમાન ભારત આવ્યા છે.વાયુસેનાએ જણાવ્યું હતું કે ફ્રાંસ અને સંયુક્ત આરબ અમીરાતના હવાઈ દળોએ આ સફર દરમિયાન વિમાનને બળતણ પૂરું પાડ્યું છે.
વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે, 'રાફેલલ વિમાનોની પાંચમી બેચ ફ્રાન્સના મરીનેક એરપોર્ટથી સીધી ઉડાન ભર્યા પછી 21 એપ્રિલે ભારત પહોંચ્યા છે. આ લડાકુ વિમાનોએ આશરે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાતનાં હવાઈ દળોએ આ સફર દરમિયાન વિમાનને બળતણ આપ્યું હતું તે માટે બંન્નેના સૈન્યને આભાર.