ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાની વચ્ચે બાલિયાની જિલ્લા હોસ્પિટલમાં 10 દિવસમાં વાઈરલ તાવના 25 ટકા કેસ વધ્યા - આરોગ્ય વિભાગ

વર્તમાન સમયે વાઈરલ તાવના કારણે દરેક ઘરમાં કોઈકને કોઈક વ્યક્તિ બીમાર છે. આરોગ્ય વિભાગના આંકડાને જોઈએ તો, છેલ્લા એક અઠવાડિયામાં તાવના દર્દીઓમાં વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જ દશા છે. ત્યારે બાલિયાની જિલ્લા હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં વાઈરલ તાવના કેસ 25 ટકા વધ્યા છે.

કોરોનાની વચ્ચે બાલિયાની જિલ્લા હોસ્પિટલમાં 10 દિવસમાં વાઈરલ તાવના 25 ટકા કેસ વધ્યા
કોરોનાની વચ્ચે બાલિયાની જિલ્લા હોસ્પિટલમાં 10 દિવસમાં વાઈરલ તાવના 25 ટકા કેસ વધ્યા

By

Published : Sep 6, 2021, 11:11 AM IST

  • કોરોનાના કહેર વચ્ચે હવે વાઈરલ તાવનો ડર
  • બાલિયાની હોસ્પિટલમાં 10 દિવસમાં વાઈરલ તાવના 25 ટકા કેસ વધ્યા
  • ગ્રામીણ વિસ્તારોમાં પણ દર્દીઓમાં વધારો થયો

બાલિયાઃ અત્યારે વાઈરલ તાવના કારણે મોટા ભાગના દરેક ઘરમાં એક વ્યક્તિ બીમાર છે. ત્યારે આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા એક સપ્તાહમાં તાવના દર્દીઓ વધ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ આ જ દશા છે. જિલ્લા હોસ્પિટલની ઓપીડીમાં પ્રતિદિવસ લગભગ 500 દર્દી આવી રહ્યા છે. જ્યારે સીએચસી (CHC) અને પીએચસી (PHC) પર પણ 150થી 200 સુધી દર્દી આવી રહ્યા છે. ચિકિત્સકોનું કહેવું છે કે, વાતાવરણ અંગે વાઈરલ તાવના કેસ તેજીથી વધી રહ્યા છે. ક્યારેક દિવસમાં ગરમી તો રાત્રે ઠંડી લાગી રહી છે. આ સ્થિતિમાં લોકોના શરીરનું તાપમાન બદલતું રહે છે.

આ પણ વાંચો-રાજકોટમાં રોગચાળો વધ્યો, ચિકનગુનિયા, શરદી, તાવ, ઉધરસના 500થી વધુ કેસ જોવા મળ્યાં

6 દિવસથી તાવ ન ઉતરતા દર્દીની કફોડી હાલત

મુશ્કેલી વધવા અંગે જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોંચેલી રાધિકાએ જણાવ્યું હતું કે, બાદિલપુર ગામમાં એક ચિકિત્સકની લખેલી દવા 6 દિવસે ખાઈ રહી હતી, પરંતુ આરામ ન મળ્યો. હવે જિલ્લા હોસ્પિટલના ચિકિત્સકોની દવાથી થોડો આરામ મળ્યો છે, પરંતુ અત્યારે તાવ ઓછો નથી થયો. રાત્રે મુશ્કેલી વધી રહી છે.

આ પણ વાંચો-બાલાસિનોરમાં પાણી અને મરછર જન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, વાઇરલ તાવ અને મેલેરીયાના નોંધાયા કેસ

એક સપ્તાહમાં પણ તાવ ઠીક ન થયો

જિલ્લા હોસ્પિટલ પહોંચેલી રામપુરની સરિતા દેવીએ જણાવ્યું હતું કે, ઘરમાં ચાર લોકો બીમાર છે. પહેલા આ તાવ 2 કે ત્રણ વખત દવા લેવાથી ઠીક થઈ જતો હતો, પરંતુ હવે એક સપ્તાહમાં પણ આ તાવ ઠીક નથી થતો. જિલ્લા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

વધુ સતર્ક રહેવાની જરૂર છે

જિલ્લા હોસ્પિટલના ચિકિત્સક ડો. મિથિલેશ સિંહે કહ્યું હતું કે, અત્યારના વાતાવરણમાં તમામ લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. થાક, શરદી, ઉલ્ટી, ઝાડા જેવા લક્ષણ જોવા મળે તો તરત જ ચિકિત્સકોનો સંપર્ક કરવો જોઈએ. શરીરનું તાપમાન વધુ થવા પર શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધુ નબળી થઈ શકે છે.

આ વાઈરલ ફિવર થવાના લક્ષણો

થાક, સમગ્ર શરીરમાં દુખાવો, શરીરનું તાપમાન વધવું, ખાંસી, સાંધામાં દુખાવો, ઝાડા, ચામડી પર ફોલ્લીઓ થવી, શરદી થવી, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, આંખમાં લાલી અને જલન થવી. ઉલ્ટી અને ઝાડા થવા.

ABOUT THE AUTHOR

...view details