ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીની એનજીઓનો દાવો, રામ મંદિર માટે 115 દેશોમાંથી પાણી લાવવામાં આવશે - અયોધ્યા

દિલ્હીના એક બિન સરકારી સંગઠને દાવો કર્યો છે કે," અયોધ્યામાં રામ મંદિર માચટે 115 દેશોમાંથી પાણી મંગાવવામાં આવ્યું છે અન તે જલ્દી અયોધ્યા પહોંચી જશે.

ram
દિલ્હીની એનજીઓનો દાવો, રામ મંદિર માટે 115 દેશોમાંથી પાણી લાવવામાં આવશે

By

Published : Aug 26, 2021, 12:02 PM IST

  • અયોધ્યામાં 115 દેશમાંથી પાણી લાવવામાં આવશે
  • દિલ્હીના એક બિન સરકારી સંગઠને દાવો
  • આવતા મહિને પાણી પહોંચશે અયોધ્યા

દિલ્હી: એનજીઓ દિલ્હી સ્ટડી સર્કલ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, કેનેડા, ચીન, કંબોડિયા, ક્યુબા, ડીપીઆર કોંગો, ફિજી, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઇઝરાયેલ, જાપાન, કેન્યા, લાઇબેરિયા, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર વોટર મંગોલિયા, મોરોક્કો, માલદીવ અને ન્યુઝીલેન્ડથી પાણી મંગવવામાં આવ્યું છે.

આ NGO ના વડા અને દિલ્હીના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય વિજય જોલીએ કહ્યું કે," તેમને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, વિશ્વ હિન્દુ પરિષદના દિવંગત આંતરરાષ્ટ્રીય પ્રમુખ અશોક સિંઘલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા મળી. મોદીએ ગયા વર્ષે 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો".

આ પણ વાંચો : Petrol-Dieselની કિંમતમાં આજે કોઈ ફેરફાર નહીં, જુઓ ક્યાં શું ભાવ છે?

તેમણે એક નિવેદનમાં કહ્યું કે," એક સમયે જ્યારે લોકો કોવિડ -19 રોગચાળાને કારણે એક દેશથી બીજા દેશમાં મુસાફરી કરી શકતા નથી, ત્યારે અમે અમારા વિશ્વાસ અને આસ્થાના કારણે ઐતિહાસિક મિશનમાં સફળ થયા છીએ". મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ માત્ર અયોધ્યાના લોકો દ્વારા જ આદરણીય નથી પરંતુ આધુનિક સમયમાં વિશ્વભરના લાખો લોકો તેમની પૂજા કરે છે. આ સંગઠન આવતા મહિને આ પાણી અયોધ્યા મોકલવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો :NMP પર મમતા બેનરજીનો વિરોધ, કહ્યું- કેન્દ્ર સરકાર જે સંપત્તિ વેંચી રહી છે તે ભાજપ કે નરેન્દ્ર મોદીની નથી

ABOUT THE AUTHOR

...view details