ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીનું વાતાવરણ ખુબ જ નબળું, જો લાંબા સમય સુધી યથાવત રહેશે તો બીમારી પ્રમાણ વધશે - દિલ્હીનું તાપમાન

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)એ જણાવ્યું હતું કે 301 અને 400ની વચ્ચેનો AQI (હવા ગુણવત્તા સૂચકાંક) છે જે 'ખૂબ જ નબળો' માનવામાં આવે છે, અને લાંબા સમય સુધી જો સંપર્કમાં રહે તો શ્વાસ જેવી સંબંધી બીમારી થઈ શકે છે.

દિલ્હીનું વાતાવરણ ખુબ જ નબળું, જો લાંબા સમય સુધી યથાવત રહેશે તો બીમારી પ્રમાણ વધશે
દિલ્હીનું વાતાવરણ ખુબ જ નબળું, જો લાંબા સમય સુધી યથાવત રહેશે તો બીમારી પ્રમાણ વધશે

By

Published : Nov 4, 2021, 2:19 PM IST

  • દિલ્હીનું વાતાવરણ ખુબ જ નબળું
  • ભારતીય હવામાન વિભાગ એ 6-7 નવેમ્બરે ભારે પવનની આગાહી કરી
  • 2020 કરતા વધુ ફટાકડાદિવાળીએ ફૂટે તો હવાની ગુણવત્તા ખરાબ થઈ શકે

દિલ્હી: દિલ્હીમાં ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 'ખૂબ જ નબળી' શ્રેણી હેઠળ ચાલુ રહે તેવી શક્યતાઓ છે. જેમાં PM2.5 મુખ્ય પ્રદૂષક છે. જે દિલ્હી માટે એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર, મંગળવારે AQI 'ખૂબ જ નબળી' શ્રેણીમાં સરકી ગયો હતો. આ ઉપરાત "પવનની સરેરાશ ઝડપ 10 કિમી પ્રતિ કલાકથી ઓછી છે, અને પવનની નીચી ઝડપ પ્રદૂષકોને વિખેરી શકતી નથી. જ્યારે 7 નવેમ્બરથી હવાની ગુણવત્તા મજબૂત પવન સાથે સુધરવાનું શરૂ થઈ શકે છે."

ભારતીય હવામાન વિભાગ (IMD) એ 6-7 નવેમ્બરે ભારે પવનની આગાહી કરી છે. જ્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ જણાવ્યું હતું કે 301 અને 400ની વચ્ચેનો AQI 'ખૂબ જ નબળો' માનવામાં આવે છે, અને "લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વાસ સંબંધી બીમારી થઈ શકે છે",.

PM10 અને PM2.5નું ટોચનું સ્તર બે દિવસ રહે તેવી શક્યતા

સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)ના ડેટા અનુસાર, ગુરુવારથી દિલ્હીની હવાની ગુણવત્તા પર સ્ટબલ સળગાવવાની પ્રેરિત અસરને કારણે PM 2.5 પ્રદૂષકોના સ્તરમાં 38 ટકા સુધીનો વધારો થશે. આ ઉપરાત PM10 અને PM2.5નું ટોચનું સ્તર દિવાળીની રાત્રે અને શુક્રવારે સવારે 1 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે રહેવાની અપેક્ષા છે.

ગુરુવાર સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ તાપમાન

"જો 2020માં 50 ટકા ફટાકડા પણ આ દિવાળીએ ફૂટે તો પણ હવાની ગુણવત્તા ગંભીર થઈ જશે, અને ફટાકડા વિના 5 નવેમ્બરે હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી'ના ઉપરના છેડે સ્થિર થઈ જશે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)ના સ્થાપક અને પ્રોજેક્ટ ડિરેક્ટર ગુફ્રાન બેગે IANSને જણાવ્યું

ગુરુવાર માટે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવ્યું છે - IMD અનુસાર, સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ. આ ઉપરાંત દિલ્હીમાં સવારે 8.30 કલાકે સાપેક્ષ ભેજનું પ્રમાણ 88 ટકા નોંધાયું હતું.

આ પણ વાંચોઃ Diwali 2021 : રાજકોટમાં સ્વદેશી વસ્તુની માંગ વધી, મધ્યમ વર્ગના વેપારીઓમાં ખુશી

આ પણ વાંચોઃ સુરતમાં નરાધમ બાપે 12 વર્ષનાં પુત્રને નદીમાં ફેંકી કરી હત્યા...

ABOUT THE AUTHOR

...view details