- ચિપકો આંદોલનનું નેતૃત્વ ગૌરા દેવીએ કર્યું હતું
- ગૌરા દેવીએ કેન્દ્ર સરકારને હચમચાવી દીધી હતી
- કેન્દ્ર સરકારે બનાવ્યો હતો વન સંરક્ષણ અધિનિયમ
આ પણ વાંચોઃજળસંચય માટે ભારતમાં જરૂરી છે જન આંદોલન
ઉત્તરાખંડઃ ઉત્તરાખંડના કેટલાક આંદોલનમાં એક ચિપકો આંદોલન પણ શામેલ છે. શુક્રવારે આ આંદોલનને 48 વર્ષ પૂર્ણ થયા છે. વૃક્ષોને બચાવવા માટે વર્ષ 1973માં ચિપકો આંદોલન થયું હતું. ગૌરા દેવીએ આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આંદોલનના કારણે જ કેન્દ્ર સરકારે વન સંરક્ષણ અધિનિયમ બનાવ્યો હતો.
4 દિવસના સંઘર્ષ પછી વૃક્ષો કાપનારા લોકો પાછળ હટી ગયા હતા
ઉલ્લેખનીય છે કે, આંદોલન તત્કાલિક ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાના નાના ગામ રૈણીમાં 26 માર્ચ 1973ના રોજ શરૂ થયું હતું. વર્ષ 1972માં પ્રદેશના પહાડી જિલ્લાઓમાં જંગલોનું નિકંદન થઈ રહ્યું હતું. વૃક્ષોની ગેરકાયદે નિકંદન અંગે ગૌરા દેવીના નેતૃત્વમાં ગ્રામીણોએ આંદોલન શરૂ કર્યું હતું. બંદૂકની ચિંતા કર્યા વિના તમામ લોકોએ વૃક્ષોને ઘેરી લીધા હતા. આ સમાચાર આસપાસના ગામમાં ફેલાતા ગામમાં વૃક્ષોને બચાવવા માટે લોકો વૃક્ષોથી ચોંટવા લાગ્યા હતા. 4 દિવસના સંઘર્ષ પછી વૃક્ષો કાપનારા લોકો પાછળ હટી ગયા હતા.
આ પણ વાંચોઃખેડૂત આંદોલન પર બ્રિટિશ સાંસદોની ચર્ચા પર ભારતીય હાઈકમિશન નારાજ
ચિપકો આંદોલનના પડઘા કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યા હતા
ચિપકો આંદોલનમાં મહિલા, બાળકો અને પુરુષો તમામ લોકો વૃક્ષોને બચાવવા તેને ચોંટી પડ્યા હતા. ગૌરા દેવી એ વ્યક્તિ હતા, જેમના પ્રયાસોથી ચિપકો આંદોલને વૈશ્વિક સ્તર પર જગ્યા મળી હતી. આ આંદોલનમાં પ્રસિદ્ધ પર્યાવરણવિદ્ સુંદરલાલ બહુગુણા, ગોવિંદસિંહ રાવ, ચંડીપ્રસાદ ભટ્ટ સહિતના લોકો જોડાયા હતા. 1973માં શરૂ થયેલા ચિપકો આંદોલનના પડઘા કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યા હતા. આ આંદોલનની અસરના કારણે તે સમયે કેન્દ્રની રાજનીતિમાં પર્યાવરણનો એક એજન્ડા બન્યો. આંદોલનને જોતા કેન્દ્ર સરકારે વન સંરક્ષણ અધિનિયમ બનાવ્યો હતો.