ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું ટ્વીટ, કહ્યું- હજી પણ ગુજરાતમાં હૉસ્પિટલ અને સ્કૂલની હાલત કફોડી - અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ સારું પ્રદર્શન કરી જીત મેળવી છે. જોકે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હજી પણ આ જીતનો નશો ઉતર્યો નથી. કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે.

દિલ્હીના મુખ્યપ્રધાને ટ્વિટ કરી કહ્યું, હજી પણ ગુજરાતમાં હોસ્પિટલો અને સ્કૂલોની હાલત કફોડી
દિલ્હીના મુખ્યપ્રધાને ટ્વિટ કરી કહ્યું, હજી પણ ગુજરાતમાં હોસ્પિટલો અને સ્કૂલોની હાલત કફોડી

By

Published : Feb 27, 2021, 2:48 PM IST

  • દિલ્હીના મુખ્યપ્રધાનને હજી પણ સુરતની જીતનો નશો નથી ઉતર્યો
  • ગુજરાતમાં હોસ્પિટલ અને સ્કૂલોની કફોડી હાલત અંગે કેજરીવાલે ટ્વિટ કર્યું
  • દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે શુક્રવારે સુરત પહોંચી રોડ શૉ યોજ્યો હતો

નવી દિલ્હીઃ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. દિલ્હીના મુખ્યપ્રધાનને આ વાતનો નશો હજી પણ ઉતરી નથી રહ્યો. કેજરીવાલે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે, ગુજરાતમાં મોંઘી વીજળી, ખેડૂતોની આત્મહત્યાની સાથે સાથે સરકારી હોસ્પિટલો અને સ્કૂલોની કફોડી હાલત અંગે સવાલ કર્યા હતા.

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું ટ્વીટ, કહ્યું- હજી પણ ગુજરાતમાં હૉસ્પિટલ અને સ્કૂલની હાલત કફોડી

સુરત મનપામાં આમ આદમી પાર્ટી હવે મુખ્ય વિપક્ષી પાર્ટી

આપને જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાતના સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. સુરત મનપાની કુલ 120 બેઠકોમાંથી ભાજપે 93 અને આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. આ સાથે જ સુરતમાં હવે આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.

ભાજપે 25 વર્ષોથી બીજી પાર્ટીઓને કન્ટ્રોલમાં રાખીઃ કેજરીવાલ

આ પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શુક્રવારે સુરત પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, પહેલી વખત કોઈ પાર્ટીએ ભાજપને આંખ બતાવી છે. ભાજપે 25 વર્ષોથી બીજી પાર્ટીઓને કન્ટ્રોલમાં રાખી હતી.

ABOUT THE AUTHOR

...view details