ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

100 કરોડની ઉઘરાણી મામલે CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે FIR દાખલ કરી - સીબીઆઈએ અનિલ દેશમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે CBIએ FIR દાખલ કરી દીધી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ સહિત અન્ય લોકો સામે કરેલા આરોપો મામલે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. CBI અનેક જગ્યાએ તપાસ પણ કરી રહી છે.

Anil Deshmukh
Anil Deshmukh
author img

By

Published : Apr 24, 2021, 10:29 AM IST

  • મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરના આરોપ બાદ અનિલ દેશમુખે આપ્યું હતું રાજીનામું
  • મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર લગાવ્યા હતા આક્ષેપ
  • પરમબીર સિંહે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી અનિલ દેશમુખ પર આક્ષેપ કર્યા હતા
  • અનિલ દેશમુખે સચિન વાઝેને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા ટાર્ગેટ આપ્યો હતોઃ પરમબીર સિંહ

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે CBIએ FIR દાખલ કરી દીધી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ સહિત અન્ય લોકો સામે કરેલા આરોપો મામલે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. CBI અનેક જગ્યાએ તપાસ પણ કરી રહી છે. CBI જે જગ્યાઓની તપાસ કરી રહી છે, તેમાં દેશમુખનું ઘર પણ શામેલ છે.

આ પણ વાંચોઃમનસુખ હિરેન હત્યા મામલે NIAએ 800 CCTV ફૂટેજ તપાસ્યા, 40થી વધુ લોકોના નિવેદન લેવાયા

અનિલ દેશમુખ તેમના ઘરે સચિન વાઝે સાથે મુલાકાત કરતા હતાઃ પરમબીર સિંહ

આપને જણાવી દઈએ કે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. પરમબીર સિંહે ચિઠ્ઠી લખીને અનિલ દેશમુખ પર દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યપ્રધાનને લખવામાં આવેલી આ ચિઠ્ઠીમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, અનિલ દેશમુખ તેમના ઘર પર સચિન વાઝે સાથે મુલાકાત કરતા હતા. આ સાથે જ દર મહિને મુંબઈમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો પણ વાઝેને ટાર્ગેટ આપ્યો હતો.

આ પણ વાંચોઃમહારાષ્ટ્રના ગૃહપ્રધાન પર ગંભીર આરોપ, તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: પીપી ચૌધરી

CBIના રિપોર્ટ બાદ અનિલ દેશમુખ સામે FIR નોંધાઈ

આ મામલામાં પરમબીર સિંહ હાઈકોર્ટમાં ગયા હતા. ત્યારબાદ હાઈકોર્ટે પરમબીર સિંહના આરોપોની તપાસ CBIએ કરવી જોઈએ તેવું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, CBI આગામી 15 દિવસનો રિપોર્ટ આપશે ત્યારબાદ એ નિર્ણય થશે કે અનિલ દેશમુખ સામે FIR નોંધવી કે નહીં.

ABOUT THE AUTHOR

...view details