પ્રયાગરાજ: માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે મોડી રાત્રે મેડિકલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને બંનેની હત્યા કરી નાખી હતી. હુમલાખોરોએ બંનેને નજીકથી ગોળી મારી હતી. જેના કારણે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ શૂટરોને ઝડપી લીધા હતા. આ સનસનીખેજ ઘટના બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ મોડ પર છે. બીજી તરફ, અતીક અને અશરફના મૃતદેહોને રવિવારે બપોરે કેલ્વિનના મોતીલાલા નેહરુ ડિવિઝનલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં બંનેના મૃતદેહના એક્સ-રે કરવામાં આવશે. ત્યારબાદ SRM હોસ્પિટલમાં બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ત્રણ દિવસ પહેલા તેના પુત્રનું એન્કાઉન્ટર કરાયું હતું : ગુરુવારે UP STFએ ઝાંસીમાં એન્કાઉન્ટર દરમિયાન માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ શૂટર ગુલામને ઠાર માર્યા હતા. પુત્રના એન્કાઉન્ટર બાદ અતીક સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. તે વારંવાર તબિયત બગડવાની વાત કરતો હતો. અતીકના મૃતદેહને શનિવારે ઝાંસીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. તેમજ ગુલામના મૃતદેહની પણ દફનવિધી કરવામાં આવી હતી.