- અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ કાર પાર્ક કરનારો આરોપી ઓળખાયો
- સ્કોર્પિયોની પાછળ એક સફેદ રંગની ઈનોવા કાર મુંબઈ પોલીસે શોધી કાઢી
- શંકાસ્પદ કારમાં 20 જિલેટિન સ્ટિક મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો
મુંબઈઃ હાલમાં જ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર એક વ્યક્તિ શંકાસ્પદ કાર અને 20 જિલેટિન સ્ટિક મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે, મુંબઈ પોલીસે આ મુખ્ય આરોપીની ઓળખ કરી દીધી છે. આ કાર મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ડોગ સ્ક્વોડ, બોમ્બ પ્રિવેન્શન સ્ક્વોડ અને એટીએસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સ્કોર્પિયોની પાછળ એક સફેદ રંગની ઈનોવા કાર મુંબઈ પોલીસે શોધી કાઢી છે. મુંબઈ પોલીસે તેની મદદથી જ મુખ્ય આરોપી સુધી પહોંચવાની તૈયારી કરી છે.