ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સલમાન રશ્દી પર હુમલો કરનાર આરોપી હાદી માતરનો મોટો ખૂલાસો - લેખક સલમાન રશ્દી

પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર ચૌટૌકા ખાતે હાદી માતર દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાદી માતરે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો કે, શા માટે તેને આવું કરવાની ફરજ પાડી હતી. Famous Writer Salman Rushdie, Salman Rushdie Was Attacked, Attacker Hadi Matar Made Big Revelation, Novel The Satanic Verses

સલમાન રશ્દી પર હુમલો કરનાર આરોપી હાદી માતરનો મોટો ખૂલાસો
સલમાન રશ્દી પર હુમલો કરનાર આરોપી હાદી માતરનો મોટો ખૂલાસો

By

Published : Aug 18, 2022, 11:28 AM IST

નવી દિલ્હીપ્રખ્યાત લેખક સલમાન રશ્દી (Famous Writer Salman Rushdie) પર ચાકુથી હુમલો કરનાર આરોપી હાદી માતરે મોટો ખુલાસો (Attacker Hadi Matar Made Big Revelation) કર્યો છે. તેણે ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. ન્યૂયોર્ક પોસ્ટમાં હાદી માતરને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવવામાં આવ્યું હતું કે, સલમાન રશ્દી પર હુમલો કરવાનું મુખ્ય કારણ આયાતુલ્લા રૂહલ્લાહ ખોમેની પ્રત્યેનું તેમનું સન્માન છે.

આ પણ વાંચોસલમાન રશ્દીને વેન્ટિલેટર માંથી મળી મુક્તિ, હવે આવી છે તબિયત

નવલકથા ધ સેટેનિક વર્સીસહાદી માતરે ન્યૂયોર્ક પોસ્ટને તેના ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તે આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેની માટે ખૂબ સન્માન ધરાવે છે. આવી સ્થિતિમાં હાદીએ કહ્યું કે, તેણે રશ્દીની નવલકથા 'ધ સેટેનિક વર્સીસ'ના (Novel The Satanic Verses) કેટલાક પાના વાંચ્યા છે. જે બાદ તેણે શિયાળામાં સલમાન રશ્દીના ટ્વીટ બાદ ચૌટૌકા જવાનો પ્લાન બનાવ્યો હતો.

સલમાન રશ્દીના ટ્વીટમાંથી મળેલી માહિતીવાસ્તવમાં સલમાન રશ્દીએ ચૌટૌકાની એક સંસ્થામાં લેક્ચર આપતા ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. જે પછી હાદી માતર તેમના પર હુમલો કરવાના ઉદ્દેશ્ય સાથે ચૌટૌકા પહોંચ્યા. 1988માં પ્રકાશિત 'ધ સેટેનિક વર્સીસ' બાદથી સલમાન રશ્દી પર આ બક્ષિસની જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે, ખોમેનીએ મુસ્લિમોને તેમની હત્યા કરવાનો ફતવો બહાર પાડવા માટે પ્રેરિત કર્યા હતા.

હાદી આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીનું સન્માન કરે છેઇન્ટરવ્યુ દરમિયાન,હાદી માતરે કહ્યું કે, તે આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીનું સન્માન કરે છે, પરંતુ ઈરાનના પૂર્વ નેતા દ્વારા જારી કરાયેલા ફતવાથી ક્યારેય પ્રેરિત નથી. ચૌટૌકા કાઉન્ટી જેલમાં રહેલા હાદી માતરે આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીને મહાન વ્યક્તિ ગણાવ્યા હતા. એક સવાલના જવાબમાં હાદી માતરે સ્પષ્ટ કર્યું કે, તે રશ્દીને બિલકુલ પસંદ નથી કરતો. તેણે કહ્યું કે, તે રશ્દીના યુટ્યુબ વીડિયો પણ જોતો હતો. હાદીએ કહ્યું કે, તે વ્યક્તિ છે જેણે ઇસ્લામ પર હુમલો કર્યો, તેણે તેમની માન્યતા સિસ્ટમ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચોસલમાન રશ્દી પર હુમલાથી રાજકારણીઓ અને સાહિત્યકારો સદમામા

હાદી માતરે દોષ નથી કર્યો કબૂલહાલમાં ન્યુ જર્સીના હાદી માતરે દોષ કબૂલ કર્યો નથી અને તેને ચૌટૌકા કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા રશ્દીને વેન્ટિલેટર પરથી હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ એવી આશંકા છે કે તેણે એક આંખ ગુમાવી દીધી છે. આ સાથે છરી વડે હુમલો કર્યા બાદ તેનું લીવર પણ ડેમેજ થયું છે.

ABOUT THE AUTHOR

...view details