ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનંતનાગમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર આતંકી હુમલો - anantnag

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રીનને ગાળી મારી હત્યા કરી હતી. બંન્ને માતા- પુત્રીની હાલ સારવાર ચાલી રહી છે. હુમલાખોરોમાંથી એકની ઓળખ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી તરીકે થઈ છે.

અનંતનાગમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર આતંકી હુમલો
અનંતનાગમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર આતંકી હુમલો

By

Published : Jul 21, 2021, 11:18 AM IST

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલો
  • હુમલામાં એક પોલીસ કર્મચારીની પત્ની અને પુત્રી ઘાયલ
  • બંનેને સારવાર ચાલી રહી છે

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મંગળવાના રોજ થયેલા આતંકી હુમલામાં એક પોલીસ કર્મચારીની પત્ની અને પુત્રી ઘાયલ થઈ હતી. આતંકીઓએ પોલીસ કોન્સ્ટેબલ સજ્જાદ અહેમદ મલિકની પત્ની અને પુત્રી પર ગોળી બાર કર્યો હતો. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો:પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

કોન્સ્ટેબલ સજ્જાદ મલિકના ઘરમા ઘૂસ્યા હતા આતંકી

મળતી માહિતી મુજબ કથિત આતંકવાદીઓ ડોરૂ વિસ્તારના કોકરગુંડ ખાતે કોન્સ્ટેબલ સજ્જાદ મલિકના ઘરે ઘૂસી ગયા હતા અને મલિકની પત્ની નાહિદા જાન અને પુત્રી માદીહા પર ગોળીબાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલો કરનારાઓની શોધ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details