ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સગીર બાળકી બની દુષ્કર્મનો ભોગ, ત્રણ માસનો ગર્ભ હોવાનું આવ્યું બહાર - સગીર પર દુષ્કર્મ

પશ્ચિમ દિલ્હીના નારાયણા ગામમાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બાળકીના પેટમાં અચાનક દુખાવો ઉપડ્તા હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં ડોકટરોએ ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. Tenant Repped Minor Girl In New Delhi, Minor Girl Rape In New Delhi, Rape case of minor girl exposed

સગીર બાળકી પર દુષ્કર્મ, ત્રણ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું
સગીર બાળકી પર દુષ્કર્મ, ત્રણ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું

By

Published : Aug 31, 2022, 1:04 PM IST

નવી દિલ્હી : પશ્ચિમ દિલ્હી જિલ્લાના નારાયણા ગામમાં સગીરા પર દુષ્કર્મનો મામલો (Tenant Repped Minor Girl In New Delh) સામે આવ્યો છે. જેમાં સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડ્તા હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ ત્રણ માસનો ગર્ભ હોવાનું (found to be three months pregnant) જણાવ્યું હતું. જે બાદ આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. હાલ આરોપી ફરાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોબોસે મિત્ર સાથે મળી યુવતીને દારૂ પીવડાવ્યો, અને કર્યું શરમજનક કૃત્ય...

પરિવારજનોએ નારાયણ પોલીસને ઘટનાની કરી જાણપોલીસના જણાવ્યા અનુસાર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સગીરાને પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. ડૉક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી કે, સગીર ગર્ભવતી (found to be three months pregnant) છે, પછી તેણે આખી વાત તેના માતા-પિતાને જણાવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે, જ્યારે તેના માતા-પિતા કોઈ સંબંધીના ઘરે ગયા હતા ત્યારે તેના ઘરમાં રહેતા ભાડુઆતએ તકનો લાભ ઉઠાવીને બળજબરીથી ઘરમાં ઘુસીને તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સાથે તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો અને આ વીડિયો કોઈને કહીશ તો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેના કારણે સગીરા ડરી ગઈ અને તેણે પોતાનું મોં બંધ રાખ્યું હતું, પરંતુ અચાનક સગીરાને પેટમાં ભારે દુખાવો ઉપડ્તા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડોક્ટરોએ થોડી શંકા ગઈ અને જ્યારે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો તો ખબર પડી કે, સગીરા ગર્ભવતી છે. આ પછી જ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ પરિવારજનોએ નારાયણ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

આ પણ વાંચોદુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો હોસ્પિટલે ખુલાસો કરતા કુકર્મી યુવાન આવ્યો પોલીસના સકંજામાં

સગીર પર દુષ્કર્મઆરોપી ભાડુઆત વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ આરોપી હજુ પણ ફરાર છે. પોલીસની ઘણી ટીમ તેની ધરપકડમાં લાગેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત બાળકીના માતા-પિતા લગભગ ત્રણ મહિના પહેલા તેમના સંબંધીના ઘરે ગયા હતા, ત્યારે તેમના મકાનમાં રહેતા એક ભાડુઆતે તકનો લાભ ઉઠાવીને તેમની પુત્રી પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો અને સગીરાના કહેવા મુજબ તેણે તેનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ધમકી આપી તેનું મોં બંધ કરી દીધું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details